Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવિએ ચોવીશીમાં અનેક તાત્ત્વિક વિષયોનો સમાવેશ કર્યો છે, પરંતુ કવિએ આ સર્વ વિષયોને જાણે કાવ્યતત્ત્વના રસાયનથી રસ્યા છે, આથી મોટા ભાગનાં સ્તવન કાવ્યોમાં કાવ્યતત્ત્વનો રમ્ય સ્પર્શ અનુભવાયા વિના રહેતો નથી.
આ ચોવીશીની બીજી વિશિષ્ટતા છે તેમાં પ્રયોજાયેલી દેશીઓ – જે દેશીઓ લોકગીતો પર આધારિત છે. આમાંનાં ઘણાં લોકગીતો આજે લુપ્ત છે. પરંતુ કેટલાંક અલભ્ય લોકગીતોની પ્રથમ પંક્તિઓ અને ક્યાંક તો કડીઓ આ ચોવીશીમાં સચવાઈ છે. દા.ત, સાહિબા પંચમી મંગલવાર પ્રભાતે ચાલવું લો એ દેશી (રૂ. ૩) આયો આયો હે બાઈજી યોગીડારો સાથ, બાઈજી યોગીડારો સાથ આઈને ઊતરીઓ ચંપાબાગમેં હોજી એ દેશી (સ. ૧૩), ઊંચા ઊંચા ઈડરગઢ રા મેહલ મેહલામેં મેહલામેં હે ડરવું એકલી વાંકારાવ લેલો એ દેશી (સ. ૧૬) આદિ દેશીઓ નોંધપાત્ર છે. દેશીઓમાં રાજસ્થાની લોકગીતોની દેશીનું પ્રાધાન્ય જણાય છે.
પ્રાપ્ત પ્રતિ અનેક સ્થળે ભેજ આદિથી ખંડિત હોવાથી કેટલેક સ્થળે સંદર્ભ, પ્રાસ આદિની દૃષ્ટિએ ઉચિત પાઠ બેસાડ્યો છે, તો કેટલેક સ્થળે પાઠ બેસે એમ ન હોય ત્યાં જગ્યા ખાલી રાખી છે. નવો પાઠ ઉમેર્યો છે તે સ્થળે – કરવામાં આવી છે.
આ કાવ્યદૃષ્ટિએ નોંધપાત્ર કહી શકાય એવી ચોવીશીનો દુર્ભાગ્યે મધ્યકાલીન સાહિત્યકોશ ખંડ-૧) કે જૈન ગૂર્જર કવિઓમાં ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. પરંતુ આ ચોવીશીની વાચના ઉપલબ્ધ થતાં તેના કાવ્ય સૌંદર્ય ભક્તિભાવના રમ્ય ઉન્મેષો અને જૈન તત્ત્વજ્ઞાનના આલેખન આદિને કારણે આ ચોવીશી વિક્રમના ૧૮મા શતકના ઉત્તરાર્ધની ચોવીશીરચનાઓમાં એક ગણનાપાત્ર ચોવીશીરચના છે.
મા
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૨૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org