Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સ્તવનમાં આદિનાથ પ્રભુનાં પાંચ નામોનો મહિમા કરી તેમની નવનિક્ષેપયુક્ત સ્વાદ્વાદમય વાણીનું સુંદર વર્ણન કરે છે. પદ્મપ્રભસ્વામી સ્તવનમાં ક્રોધ, મદ, માન, લોભ આદિ ૧૮ દોષોથી રહિત અને અરિહંત પરમાત્માના બાર ગુણોથી યુક્ત નિર્મળ સ્વરૂપને વર્ણવ્યું છે. શ્રી શ્રેયાંસનાથ સ્તવનમાં પરમાત્મદર્શન કરવા દ્વારા દર્શન-મોહનીય કર્મ ક્ષય પામ્યું અને સમકિતની પ્રાપ્તિ થઈ તેનું આલેખન કર્યું છે. ત્યાર બાદ ક્રમશઃ સાધક કેવી રીતે સાધનામાર્ગમાં ઉન્નતિ કરે છે તેનું વર્ણન કર્યું છે. કવિ પરમાત્માના દર્શનને અત્યંત આવશ્યક ગણે છે અને જે જીવો આ દર્શનમાં રૂચિ ધરાવતા નથી, તે જીવો માટે નિશાચર'ની ઉપમા આપતાં કહે છે :
જે જિનરવિ દર્શન રતિ નવિ કરે તે મિથ્યામત નિશાચર જાણો રે. તસુ શ્રદ્ધા નવિ શુદ્ધ ન હોઈ કદા મણુએ જનમ પામ્યો અપ્રમાણો રે.
(૧૧, ૫) એ જ રીતે વિમલનાથ સ્તવનમાં પરમાત્માના વિમલસ્વરૂપનો મહિમા કરી પરમાત્માના નામ-સ્થાપનાદ્રવ્ય આ ત્રણ ભાવનિક્ષેપના કારણ તરીકે ઓળખાવે છે. સ્થાપના-નિક્ષેપરૂપે પરમાત્મ-મૂર્તિનો મહિમા કરે છે અને ચારે નિક્ષેપની વંદન-પૂજન-સ્તુતિ વડે આરાધના કરવાનું સૂચવે છે.
કવિએ ધર્મનાથ સ્તવનમાં પરમાત્માનું મોહ-રાજા સાથેનું યુદ્ધવર્ણન રૂપકાત્મક રીતે કર્યું છે. ધર્મનાથ સ્વામી ઉપશમ હાથી પર સમતા અંબાડીમાં બિરાજમાન થયા છે, અને ક્ષપક શ્રેણી રૂપી કવચને ધારણ કર્યું છે. પરમાત્માએ મોહરાજાના સુભટો અને ઉમરાવો આદિને લીલા-માત્રમાં હરાવ્યા અને લોઢાના કિલ્લામાં પ્રવેશી મોહરાજાને માર્યો માટે કવિ યોગ્ય રીતે જ પરમાત્માને કર્મના મહા-અરિ તરીકે ઓળખાવે છે.
અજિતનાથ સ્તવનમાં પરમાત્માની વિશેષતારૂપે તેમના નિર્મોહીપણાના ગુણને સુંદર રીતે વર્ણવ્યો છે. અન્ય દેવોને કામદેવતા પીડે છે, અને તેઓ સુંદર સ્ત્રીઓના રસમાં ડૂબેલા છે, પરંતુ તીર્થકરો જ કેવળ વીતરાગ હોવાથી આ દોષોથી રહિત છે.
કવિએ અનંતનાથ સ્તવનમાં પરમાત્મ-વાણીને જિનેશ્વરોના હૃદય રૂપી સમુદ્રમાંથી પ્રગટેલ અમૃત સાથે સરખાવે છે. આ વાણીરૂપી અમૃત સંસારના સૌ તાપ દૂર કરનાર, સાત નયોથી યુક્ત, ગણધરો દ્વારા સૂત્રબદ્ધરૂપ પામનારું છે. આ વાણી ભવ્ય જીવોના મન-મંડપમાં આનંદપૂર્વક નૃત્ય કરે છે અને અનંત અર્થ ધરાવનારી છે. તેમજ ધ્યાનથી સાંભળનારા ભવ્યજીવોને શિવગતિ તરફ પ્રયાણ કરાવનારી છે.
આમ, કવિએ આનંદઘનજી અને દેવચંદ્રજી જેવા જ્ઞાનપ્રધાન કવિઓની પરંપરામાં આ ચોવીશીમાં અનેક શાસ્ત્રીય વિષયોનું ઉચિત અલંકારોની સહાયથી રસપ્રદ રીતે વર્ણન કર્યું છે.
કવિનાં સ્તવનોમાં તાત્ત્વિક વિચારણાના આલેખનની સાથે જ હૃદયના ભક્તિભાવસભર ઉન્મેષો પણ આલેખાયેલા છે. કવિએ અભિનંદન સ્વામી સ્તવનમાં શાસ્ત્રોમાં અરિહંત પરમાત્મા માટે વર્ણવાયેલી ચાર ઉપમાઓ મહાગોપ, મહાનિર્ધામક, મહામાહણ, મહાસાર્થવાહનો ઉલ્લેખ કરી પોતાને ભવ અટવીમાં પ્રભુરૂપી સાર્થવાહ પ્રાપ્ત થયા છે, તો હવે તેઓ પ્રભુનો સાથ કોઈ રીતે છોડવાના નથી, તેવી પોતાની પ્રતિજ્ઞા જાહેર
-
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન : ૨૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org