Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દૂર થઈ નિર્મળ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું. કેટલાક લોકોએ વિષયવાસનાથી વિમુખ થઈ ચારિત્ર ગ્રહણ કર્યું, તેમજ કેટલાક લોકો ક્ષપક શ્રેણીમાં નિર્મળ ધ્યાનની શ્રેણીમાં આગળ વધતા સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષ પામ્યા. આ પરમાત્માની વાણી જીવાદિક નવતત્ત્વને સમજાવનારી અને નય, ગમ, ભંગથી સંયુક્ત છે, તેમજ સાંભળનારની છ મહિનાની ભૂખ પણ દૂર થઈ જાય એવી મધુર અને તૃપ્તિદાયક છે, એમ કહી કવિ વાણીનો મહિમા કરે છે. કવિનું સંભવનાથ સ્તવન યશોવિજયજીના “મુનિપતિમાં હે પરવડો’ પહેલી ચોવીશીનું ત્રેવીસમું સ્તવન) સ્તવનની યાદ અપાવે એવી ઉપમાવલી પ્રયોજે છે. કવિની ઉપમાવલીઓમાં જૈનધર્મ સંબંધિત ઉપમાઓ વિશેષ પ્રાધાન્ય ભોગવે છે. કવિ જ્ઞાનમાં કેવળજ્ઞાન એ ઉપમાથી જ પ્રારંભ કરે છે. નદીઓમાં યશોવિજયજી લોકપ્રસિદ્ધ ગંગા નદીનો ઉલ્લેખ કરે છે, ત્યારે ઉત્તમવિજયજી જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ મહાવિદેહ ક્ષેત્રમાં વહેતી સીતા નદીનો ઉલ્લેખ કરે છે. કવિએ દાનમાં અભયદાન, સંઘયણમાં વજઋષભનારાય સંઘયણ, સ્થાનમાં સમચોરસ સંસ્થાન, વૃક્ષમાં જંબુવૃક્ષ (જબુદ્વીપની મધ્યભાગમાં શોભતું વૃક્ષ), સભામાં સુધમાં, દેવલોકમાં બ્રહ્મ દેવલોક, નાગમાં ધરણેન્દ્ર, લેવામાં શુક્લ લેક્ષા જેવી જૈન તત્ત્વજ્ઞાન અને લોકવ્યવસ્થા સંબંધી અનેક વિગતો ગૂંથી છે. આ વિગતોને કારણે આ સ્તવન દેખીતી રીતે યશોવિજયજીના સ્તવનની અનુકૃતિરૂપ હોવા છતાં સ્વતંત્ર કાવ્યકૃતિ બને છે. સાથે જ, તેનો આસ્વાદ પામવા માટે જૈન પરંપરાનો વિશેષ પરિચય પણ અપેક્ષિત બને છે. યશોવિજયજીએ પણ જૈન પરંપરાના મંત્રમાં નવકાર ‘સમુદ્રમાં સ્વયંભૂરણ સમુદ્ર આદિ ગૂંચ્યા હતા, પરંતુ તેમાંની વિગતો આવી શુદ્ધ જૈન દાર્શનિક પરંપરા જોડે સંબંધિત સંઘયણ' “સંસ્થાન' આદિ જેવી વિશેષ નહોતી.
કવિએ શ્રી સુવિધિનાથ સ્તવનમાં શ્રી કાંતિવિજયજીના “પ્રભુજી મુજ અવગુણ મત દેખો'ની યાદ અપાવે એ રીતનું સ્તવન રચ્યું છે. જેમાં આત્મા અને પરમાત્માના ગુણોની સુંદર રીતે તુલના કરી છે. આ સ્તવન ભાવવાહી અને મનોહર શબ્દો દ્વારા આકર્ષક બન્યું છે.
હું તો લોભ માંહે મુશ્કણો, તું તો સંતોષી ગુણ રાણો હું તો જાતિમદાદિ કૈ રાચ્યો, તું તો માદવગુણમાં રાખ્યો.
" (૯, ૨). કવિના પ્રથમ ૧૧ સ્તવન કરતા બારમા સ્તવનથી ચોવીશી થોડો વળાંક ધારણ કરતી હોય એવું અનુભવાય છે. કવિનાં સ્તવનોમાં આધ્યાત્મિક વિચારણાની સાથે સાથે જીવનચરિત્રની વિગતો સમાવેશ પામે છે. કવિનું બાવીસમું સ્તવન જીવનચરિત્રના ઉલ્લેખની દષ્ટિએ નોંધપાત્ર છે. સામાન્ય રીતે નેમિનાથ સ્તવનમાં આવતા રાજુલના વિલાપને બદલે કાવ્યના પ્રારંભે જ પરમાત્માને યદુવંશના ઉદ્ધારક તરીકે ઓળખાવ્યા છે. સ્તવનમાં રાજુલની સાથે નવભવની પ્રીતિને કારણે શિવમંદિરમાં સાથે મળવાનો સંકેત કરવા જાન લઈને ગયા હતા, તેવો કાવ્યાત્મક ઉલ્લેખ છે. પરંતુ સમગ્ર સ્તવનમાં દેવકીના છ પુત્રો, આઠ દશાહ, સાંબ, પ્રદ્યુમ્ન વાસુદેવની બે સિવાયની બોતેર હજાર રાણીઓ અને કૃષ્ણની આઠ મુખ્ય પટરાણીઓને પ્રતિબોધિત કરી ભવસાગરથી પાર ઉતાર્યા તેની વાત ગૂંથાઈ છે. આગમગ્રંથોમાં આવતા દ્વારકા-દહન અને તે પ્રસંગે વિવિધ યદુવંશીઓએ લીધેલી દીક્ષાના વર્ણનને કવિએ સ્તવનમાં ગૂંથી કાવ્યમાં નવા વિષયનો સમાવેશ કર્યો છે.
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org