Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રી ઉત્તમવિજયજી કૃત સ્તવનચોવીશી
પ્રતિ પરિચય
શ્રી લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિરની ૧૮૪૪૬ ક્રમાંકની હસ્તપ્રત કાળી શાહીથી લખાયેલી છે. ૧૧ પત્રો ધરાવતી આ પ્રત ૨૬૪૧૧ સે.મી.ની સાઈઝ ધરાવે છે. કેટલાંક પાનાંઓમાં સળંગ લખાયું છે, તો કેટલાંક પાનાઓમાં વચ્ચે જગા રાખી ડિઝાઇન કરવામાં આવી છે. પ્રતનું અન્ય કોઈએ લખ્યા બાદ નિરીક્ષણ કર્યું હોય તેવો સંભવ છે. કેટલીક જગ્યા પર હ્રસ્વ-ઈ દીર્ઘઈ આદિની નિશાની કર્યા બાદ ભૂંસવામાં આવી છે. પ્રત સ્વચ્છ છે અને પડિમાત્રનો ઉપયોગ કરવામાં આવ્યા નથી. ચોવીશીના અંતમાં અપાયેલી પુષ્યિકાના આધારે જાણી શકાય છે કે આ રચના સં. ૧૮૦૭માં લખાઈ છે. એટલે આ કૃતિની રચના સમય ચોક્કસપણે સં. ૧૮૦૭ અથવા તે પૂર્વેનો ગણી શકાય. ઉત્તમવિજયજીની દીક્ષા સં. ૧૭૯૬માં થઈ છે, અને તેમના શિષ્ય રત્નવિજયજીની વિનંતીથી આ કૃતિની રચના ઉત્તમવિજયજીએ કરી છે. ૧૭૯૬ની દીક્ષા પછી એમના શિષ્ય થાય, અને એ શિષ્યની વિનંતીથી રચના કરાય તે માટે છ-સાત વર્ષનો ગાળો ગણીએ તો સંભવિત રચનાવર્ષ સં. ૧૮૦૨થી સં. ૧૮૦૭માં મૂકી શકાય.
આ પ્રત લખનાર જીવા ઠકર પોતાને પંડિત પુણ્યકુશલના શિષ્ય (ચેલા) તરીકે ઓળખાવે છે, તેમજ પોતાના વાચન માટે આ પ્રત લખી છે એમ જણાવે છે તે સમાજશાસ્ત્રીય દષ્ટિએ નોંધપાત્ર છે. ઠકર” અટકે મુખ્યત્વે લોહાણામાં વિશેષ પ્રચલિત છે. સંભવ છે કે તે સમયમાં ઠકર જૈનધર્મ પાળનારા પણ હોય. તેમણે કદાચ પંડિત પુણ્યકુશળના ઉપદેશથી જૈનધર્મ સ્વીકાર્યો હોય, પરંતુ તે ગૃહસ્થ ઉત્તમવિજયજી જેવા કવિની આધ્યાત્મિક વિષયો વાળી ચોવીશીની હસ્તપ્રતની નકલ કરી તે તેની અધ્યાત્મપ્રિયતા સૂચવે છે. કવિ પરિચય
ઉત્તમવિજયજીનો જન્મ અમદાવાદમાં આવેલી શામળાની પોળમાં થયો હતો. તેમનો સં. ૧૭૬૦માં જન્મ થયો હતો. પિતા લાલચંદ અને માતા માણેકના આ પુત્રનું સંસારી અવસ્થાનું નામ પૂંજાશા હતું. તેમણે ગૃહસ્થાવસ્થામાં પ્રસિદ્ધ અધ્યાત્મયોગી દેવચંદ્રજી પાસે ધાર્મિક અભ્યાસ કર્યો હતો. સં. ૧૭૯૬માં વિજય દેવસૂરિની પરંપરાના તપાગચ્છીય સાધુ શ્રી જિનવિજયજી પાસે દીક્ષા ધારણ કરી. થોડા સમય બાદ પુનઃ
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org