Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એ જ રીતે મહાવીરસ્વામી સ્તવનમાં તેમના ગણધર, સાધુ, સાધ્વી, કેવલ જ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રાવક, શ્રાવિકા આદિ પરિવારનો ઉલ્લેખ કર્યો છે. પાર્શ્વનાથ સ્તવનમાં કમઠ અને ધરણેન્દ્ર પ્રત્યેના સમભાવનું ચિત્ર મનોહર છે.
રચનાત્તે આપેલા કળશમાં સર્વ તીર્થકરોનું સામાન્યરૂપનું ચરિત્ર સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે. આમાં કવિએ પોતાની ગુરુપરંપરા દર્શાવી છે. તેમજ આ સ્તવન શ્રી રત્નવિજયજીના કહેવાથી રચાયા છે, તેવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. કવિએ (અથવા લિપિકારે) છ સ્તવનોમાં જ પ્રયોજાયેલી દેશીનો ઉલ્લેખ કર્યો છે. સામાન્ય રીતે મધ્યકાળની સર્વ ગેય રચનાઓમાં દેશીનો ઉલ્લેખ રહેતો હોય છે.
ટૂંકમાં, આ સ્તવનચોવીશી કાવ્યદૃષ્ટિએ કેટલાક રમ્ય ઉન્મેષો દર્શાવે છે. અને કેટલાંક સ્તવનો જ્ઞાનપ્રધાન ચોવીશીની પરંપરાનું સુંદર પ્રતિનિધિત્વ કરતી તાત્ત્વિક ચર્ચા-વિચારણાને સમાવે છે. આ રચના ઐતિહાસિક દષ્ટિએ વિશેષ નોંધપાત્ર છે, જેને કારણે જ્ઞાનપ્રધાન ચોવીશીરચનાની ત્રણ પાટ સુધી વિસ્તરતી એક અખંડ પરંપરાનો પરિચય પ્રાપ્ત થાય છે.
૩૧૬ જે ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org