Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એવું જ શ્લેષ અલંકારસભર વર્ણન પદ્મપ્રભ સ્વામી સ્તવનના પ્રારંભે મળે છે;
જલથી પડા રહે ન્યારો રહે રે, વાલો મારો તિમ વિચરે ઘરવાસ રે
કવિની વર્ણાનુપ્રાસ સભર પદાવલી પણ નોંધપાત્ર છે; નેમિ નવલદલ અંતરજામી. શામલીઓ શિરદાર રે.
(૨૨, ૧) મુનિ મન માન સરોવર હંસ, ગુણમુગતાફ્લફ્યૂ લીનો રે
(૯, ૧) કવિએ મધ્યકાળની પરંપરા પ્રમાણે સ્તવનોમાં પોતાનો નામોલ્લેખ કર્યો છે તે પણ વિશિષ્ટ રીતનો છે. સામાન્ય રીતે કવિ સ્પષ્ટપણે પોતાના નામનો ઉલ્લેખ કરે છે યા શ્લેષ અલંકારપૂર્વક નામોલ્લેખ કરતા હોય છે પરંતુ આ સ્તવનોમાં કવિ શ્લેષ અલંકાર પ્રયોજવા માટે પોતાના નામના ક્રિયાપદમાં વપરાતા રૂપને પ્રયોજે છે. (દીપાવીસ્ત) (૭, ૮, ૧૫), (દીપેસ્ત) (૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩), (દીપતોસ્ત) (૧૬).
આમ, ૨૪ સ્તવનોમાંથી ૧૬ સ્તવનોમાં થયેલા ક્રિયાત્મક રૂપોના ઉપયોગને કારણે આ સ્તવનો સ્વતંત્ર હોય તો કર્તા-નામનો નિર્ણય કરવો મુશ્કેલ થાય.
ખરતરગચ્છમાં રત્નસાર મુનિના શિષ્ય જ્ઞાનસાર થયા. તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. તેમણે આનંદઘન ચોવીશી પર લખેલો ટબ્બો પ્રસિદ્ધ છે. તેમનો સમય સં. ૧૮૦૧થી ૧૮૯૯ હતો. તેમનો વિશેષ નિવાસ બિકાનેરમાં રહ્યો હતો. તેમણે બે ચોવીશીઓ રચી છે. તેમાંની એક આનંદઘનજીનો પ્રભાવ ઝીલનારી, દાર્શનિક વિષયોને સ્પર્શતી છે, ત્યારે અન્ય ચોવીશીમાં ૪૭ બોલોનું આલેખન કરીને રચના કરી છે. કવિની ભાષા હિન્દી-મારવાડી મિશ્ર છે. કવિએ આ ચોવીશીમાં વિગતોનું સંકલન કરવા ખૂબ પ્રયત્ન કર્યો છે. કવિના જ શબ્દોમાં જોઈએ તો,
મેં તો મારી બુદ્ધિથી કિંચિત કસર ન કીધ
• • • • • • • • • • • • • • • • • • • • • • • •
પ્રવચનસાર ઉધારથી સોધ્યા કોઈ સદ્ય કેઈક યંત્રાદિક થકી, સોધ કર્યા અનવદ્ય.
પ્રસ્તાવ, દુહા ૩, ૪) કવિએ પ્રવચનસારઉદ્ધાર આદિ અનેક ગ્રંથો અને યંત્રો (કોષ્ટકો)ની સહાય લઈ સરળ ભાષામાં સામાન્ય જનના હિત માટે તીર્થકરોના જીવનસંબંધી સુગમ પ્રબંધ રચવાનો પુરુષાર્થ કર્યો છે.
કવિએ કુલ ૪૭ વિગતોને સમાવી છે તે આ પ્રમાણે છે:
નગર, તિથિ, જન્મ, તીર્થકરનું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મનક્ષત્ર, જન્મરાશિ, લાંછન, દેહ, આયુષ્ય, વર્ણ, રાજ્યાભિષેક, પાણિગ્રહણ, વ્રતગ્રહણ પરિવાર, વ્રતનગરી, વતતપ, વ્રતતિથિ, પ્રથમ પારણાનો ૭. જ્ઞાનસારજીકૃત સ્તવનચોવીશી – ૧૧૫૧ સ્તવનમંજૂષા – સં. સારાભાઈ નવાબ ૨૬૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org