Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન
સાહિત્ય-સંશોધન અને અભ્યાસની ભૂમિકામાં અનેક દષ્ટિકોણો હોય છે. કર્તાને ધ્યાનમાં રાખીને કરાતો અભ્યાસ, કૃતિને ધ્યાનમાં રાખી કરાતો અભ્યાસ, સ્વરૂપ કે યુગને કેન્દ્રમાં રાખીને કરાતા અભ્યાસ – આમ વિવિધ રીતે સંશોધન અને અભ્યાસ થતાં હોય છે.
સ્વરૂપને કેન્દ્રમાં રાખીને કરાતા અભ્યાસમાં જે-તે સ્વરૂપની સર્વ કૃતિઓ ઉપલબ્ધ હોય તો તે સ્વરૂપમાં સર્જકે પ્રગટાવેલી સર્વ શક્યતાઓ તેમ જ સ્વરૂપની સિદ્ધિ અને મર્યાદાનો પણ સાચો ખ્યાલ આવી શકે. મધ્યકાળના સાહિત્ય અભ્યાસની એક મોટી મર્યાદા છે કે, એ સમયની અનેક કૃતિઓ આજે પણ ભંડારોમાં હસ્તપ્રતરૂપે છે, તેની સંપાદિત વાચનાઓ ઉપલબ્ધ નથી. છે પરંતુ ચોવીશી-સ્વરૂપની અનેક મહત્ત્વપૂર્ણ કૃતિઓ આજે મુદ્રિત સ્વરૂપમાં ઉપલબ્ધ છે. જેને આધારે ચોવીશીસ્વરૂપનો એક આલેખ અવશ્ય ઉપલબ્ધ કરી શકાય. આ આલેખને વધુ પ્રમાણભૂત કરવા પાંચ અપ્રકાશિત ચોવીશીઓની વાચના અને તેનું અધ્યયન આ પ્રકરણમાં પ્રસ્તુત છે. તેમાં પ્રથમ ગુણચંદ્રજીની ચોવીશીનું કાવ્યદૃષ્ટિએ મૂલ્ય ઊંચું છે. ઉત્તમવિજયજીની ચોવીશી જ્ઞાનપ્રધાન ચોવીશી-ધારાની એક ઐતિહાસિક મહત્ત્વની રચના છે. અન્ય ત્રણ કવિઓ પોતાના સરળ ભક્તિભાવ અને સુકુમાર કાવ્યતત્ત્વથી આકર્ષક અભિવ્યક્તિ ધરાવે છે.
ના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org