Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દિન, પ્રથમ પારણા કરાવનાર, પ્રથમ પારણાની વસ્તુ, છબસ્થકાળ, કેવળજ્ઞાન તપ, કેવળજ્ઞાનનગર, કેવળજ્ઞાન વૃક્ષ, જ્ઞાનતિથિ, ગણધરસંખ્યા, સાધુસંખ્યા, સાધ્વીસંખ્યા, યક્ષ, યક્ષિણી, મોક્ષપરિવાર, મોક્ષસ્થળ, મોક્ષતિથિ, સમકિત પામ્યા પછીના ભવ, તપવન, પૂર્વભવના દેવલોકનું નામ, પૂર્વભવનું આયુષ્ય, પિતાની ગતિ, માતાની ગતિ, વંશ, એક તીર્થંકરથી બીજા તીર્થકરનું અંતર, કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધર, કુલ પર્યાય.
આમ, કવિએ કુલ ૪૭ બોલો વર્ણવી વિગતસભર ચોવીશીરચના કરી છે.
કવિનું લક્ષ્ય આ વિગતોને કાવ્યાત્મક સ્પર્શ આપવા તરફ રહ્યું જ નથી. તેઓ માત્ર વિગતના સંગ્રહ તરફ જ લક્ષ્ય ધરાવે છે. એક અર્થમાં આ સ્તવનો તીર્થકરોના જીવનની વિગતોનું છંદોમયરૂપ જ છે.
દા. ત. વરસ સહસ ઈક વીતે ઉપનું કેવલનાંણ,
પુરિતામલ લહિ કેવલ સંઘ પઈડ્ડા જાંણ. તપ તીન ઉપવાસે વડ તä પામ્યો નાણ. ફાગણ વદ ઈગ્યારસ કેવલનાંણ પ્રમાણ.
(૧, ૪) કવિએ અંતિમ સ્તવનમાં મહાવીરસ્વામી ભગવાનનાં ઉત્તરાફાલ્યુની નક્ષત્ર અને સિંહ રાશિ દર્શાવ્યાં છે. પરંપરા અનુસાર કન્યા રાશિ જ પ્રસિદ્ધ છે. કવિએ કયા ગ્રંથને આધારે આ પ્રમાણે દર્શાવ્યું તેનો પ્રશ્ન રહે છે. અંતે કળશમાં કવિ કહે છે;
ઈમ તવ્યા સૈતાલીસ બોર્ડે ચોવીસે ત્રિભુવનધણી,
મેં સૂત્રથી જિમ બોલ લાધા તેમ ગૂંથ્યા હિતભણી. આમ, કવિનો છ-સાત કડીનાં સ્તવનોમાં ૪૭ બોલોને વિગતોને) સમાવવાનો પ્રયાસ તેના વિશાળ આયોજનને કારણે ચરિત્રપ્રધાન ચોવીશીઓમાં નોંધપાત્ર છે. .
પ્રમોદસાગરજી નામના કવિએ પણ ૧૩ વિગતોથી યુક્ત ચોવીશીરચના કરી છે. કવિનો સમય તેમ જ તેમના જ વિશે અન્ય વિગતો પ્રાપ્ત થઈ શક્યાં નથી. કવિએ જે તેર વિગતો સમાવી છે તે આ પ્રમાણે છે : નામ, લાંછન, જન્મનગરી, માતા, પિતા, આયુષ્ય, ઊંચાઈ, શરીરવર્ણ, ગણધરસંખ્યા, સાધુસંખ્યા, સાધ્વીસંખ્યા, યક્ષ, યક્ષિણી. કવિની વર્ણનરીતિ આકર્ષક અને સરળ છે;
શીતલનાથ સુહંકરૂ, શીતલ વચન રસાળ રે.
જિનશું દિલ લાગ્યું રે. શીતલતા નયણે થઈ, જિનપતિ વદન નિહાળ રે.
(૧૦, ૧) શ્રી જિનરાજ જયંકરૂ, શ્રી પદ્મપ્રભુ રાજે રે, દિનકર વાને દીપતો, જ્ઞાન ગુણે કરી ગાજે રે.
(૬, ૧) જ્ઞાનગુણ કુસુમ તનું વાસિત, ભાસિત લોકઅલોક રે, પ્રમોદસાગર પ્રભુ ચિત્ત ધરો, જિમ ધરે દિનકર કોક રે.
૮. ભક્તિરસઝરણાં ભાગ-૨, પૃ. ૧થી ૨૩.
ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org