Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ચરણકમળની સેવા ઈચ્છી છે. અટક્યો ચિત્ત હમારો રી, જિન ચરણકમલ મેં
(૧૦, ૧) અબ તો ઉધાર્યો મોહિ ચહિયે જિનંદરાય રાખોં મેં ભરોસો રાવ રે ચરન કો
(૧૧, ૧) ચરન શરન મેં તક આયો તેરી
(૧૪, ૧) પ્રભુ કે ચરનકમલ કી સેવા, ચાહત મુનિ હર્ષચંદ
(૧૬, ૫) ઐસે સાહિબ કે પદ કજ કા, હરખચંદ પ્રભુ બંદા
(૭, ૫) આમ, અનેક સ્થળે ચરણકમળની સેવાનો મહિમા, તેની ઝંખના અને યાચના અભિવ્યક્ત થયાં છે. કવિએ કુંથુનાથ સ્તવનમાં આલેખેલું મન-મધુકરનું અને ચરણકમળનું રૂપક આકર્ષક છે :
રે મન મધુકર ! ચિત્ત હમારે કુંથુનાથ કે ચરણકમલ તે નેક ન હોજિતું ત્યારે ! પદકજ સહજ સુગંધ સુકોમલ શ્રીયુત શુભ સુખકાર રે. રાગ દોષ કંટક નહીં યાકે, પાપ પંક સે ન્યારે. વિકસિત રહત નિશ-વાસર, અતિ અદ્ભુત અવિકાર રે ઐસે પદપંકજ તજી ઈત-ઉત, ડોલત મૂઢ કાહારે.
(૧૭, ૧-૨-૩) હે મનરૂપી ભમરા ! તારા ચિત્તને તું આ ચરણકમળથી કદી દૂર ન કર. આ કમળ સહજ સુગંધવાળાં, સુકોમળ અને કૈવલ્યરૂપી લક્ષ્મીનાં નિવાસસ્થાન છે. સ્થળમાં ઊગનારાં ફૂલોમાં કાંટા હોય છે, તો જળમાં ઊગનારાં ફૂલો કાદવવાળાં હોય છે, પરંતુ આ પુષ્પો રાગદ્વેષરૂપી કાંટા અને પાપરૂપી કાદવ બંનેથી અલિપ્ત છે. આ ફૂલો રાત-દિવસ વિકસિત રહેનારાં, અતિઅદ્ભુત અને નિર્વિકાર છે. એવાં ચરણકમળ છોડીને હે મૂઢ મન ! તું આમતેમ કેમ ડોલી રહ્યું છે?
કવિનાં સ્તવનો વ્રજભાષા અને તેમાં ઘૂંટાતી રહેતી ચરણ-સેવાની ઇચ્છાને કારણે આકર્ષક બન્યાં છે. ૧૯મા શતકમાં કુલ ત્રણ કવિઓ દ્વારા ચરિત્રપ્રધાન ચોવીશી રચાઈ છે. પદ્મવિજયજી, જ્ઞાનસારજી અને દીપવિજયજી આ ત્રણ કવિઓની ચરિત્રપ્રધાન રચનાઓ ઉપલબ્ધ છે.
"શ્રી પદ્મવિજયજી મહારાજ તપાગચ્છમાં સત્યવિજયજી મહારાજની પરંપરામાં થયેલા ઉત્તમવિજયજીના શિષ્ય હતા. તેમનો આયુષ્યકાળ સં. ૧૭૯૨ (ઈ.સ. ૧૭૩૬)થી સં. ૧૮૬૨ (ઈ.સ. ૧૮૦૬) એટલે ૮૦
૫. ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૬૪૧થી ૬૬૦, સં. અભયસાગરજી
ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org