Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આદિ અનેક તીર્થોમાં તીર્થનાયક તરીકે શોભી રહ્યા છે.
સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનનો જન્મ શ્રી શાંતિનાથ ભગવાનના નિર્વાણ પછી પોણો પલ્યોપમ કાળ વીત્યા બાદ હસ્તિનાપુરનગરમાં સુર રાજા અને શ્રીદેવી રાણીને ત્યાં ચૈત્ર વદ ૧૪ના દિને કૃતિકા નક્ષત્રમાં થયો. તેમનું લાંછન બોકડાનું અને વર્ણ તેજસ્વી સુવર્ણ સમાન શોભતો હતો. યોગ્ય વયમાં આવ્યા બાદ તેમના વિવાહ અને રાજ્યાભિષેક થયા. તેઓ સાતમા ચક્રવર્તી હોવાથી શાંતિનાથ ભગવાનની જેમ છ ખંડ પર વિજય મેળવી સમગ્ર ભરતક્ષેત્રના રાજા બન્યા. ૪૭,૫૦૦ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યા બાદ સમગ્ર રાજ્યવૈભવનો ત્યાગ કરી હસ્તિનાપુરનગરની બહાર આવેલા સહસામ્રવનમાં ચૈત્ર વદ પાંચમ અને કૃતિકા નક્ષત્રમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો અને પ્રથમ પારણું વ્યાઘસિંહ નામના રાજાના ઘરે ખીર દ્વારા કર્યું. પ્રભુએ ૧૬ વર્ષ બાન સાધના કરી, ત્યાર બાદ ચૈત્ર સુદ ત્રીજ, કૃતિકા નક્ષત્રના દિવસે હસ્તિનાપુરના સમીપવર્તી ઉદ્યાનમાં તિલક વૃક્ષની નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમનાં સ્વયંભૂ (સાંબ) નામે પ્રથમ શિષ્ય અને રક્ષિતા (રક્ષિકા) નામે પ્રથમ સાધ્વી થયાં. પ્રભુનાં ગણધરો ૩૫ હતા, સાધુ ૬૦૦૦, સાધ્વી ૬૦,૬૦, શ્રાવક એક લાખ એંસી હજાર, શ્રાવિકા ત્રણ લાખ એક્યાસી હજાર હતાં. તેમણે ૨૩,૭૩૬ વર્ષ સુધી દેશના આપી. ત્યાર બાદ એક માસનું અનશન કરી ચૈત્ર વદ એકમના કૃતિકા નક્ષત્રના દિને મોક્ષે ગયા. શ્રી કુંથુનાથ ભગવાનનું કુલ આયુષ્ય ૯૫,૦૦૦ વર્ષનું હતું, ઊંચાઈ ૩૫ ધનુષ્ય હતી. તેમનાં અધિષ્ઠાયક યક્ષ ગંધર્વ અને બલા (અય્યતા) છે. હસ્તિનાપુર તીર્થભૂમિ તરીકે પ્રસિદ્ધ છે.
અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનનો જન્મ શ્રી કુંથુનાથ ભગવાનના નિર્વાણ પછી પા પલ્યોપમ કાળ વીત્યા બાદ હસ્તિનાપુરનગરમાં થયો. તેમનાં પિતા સુદર્શન રાજા અને માતા દેવીરાણી હતાં. ફાગણ સુદ બીજના દિને રેવતી નક્ષત્રમાં જન્મ થયો હતો. શ્રી અરનાથ સ્વામીનું લાંછન નંદ્યાવર્તનું અને વર્ણ દીપ્ત સુવર્ણ જેવો શોભાયમાન હતો. તેમને સંસારમાં કોઈ આસક્તિ ન હોવા છતાં અવધિજ્ઞાન વડે ભોગકર્મના ઉદયને જાણતા અન્ય તીર્થકરોની જેમ જ લગ્ન અને રાજ્ય ધારણ કરવાનું કાર્ય કર્યું. આઠમા ચક્રવર્તી હોવાથી છ ખંડનો વિજય કરી સમગ્ર ભરતક્ષેત્રના સ્વામી થયા. ૪૨,૦૦૦ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યા બાદ પોતાનો દીક્ષાયોગ્ય સમય જાણી માગશર સુદ ૧૧ના દિને રેવતી નક્ષત્રમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠ્ઠનો તપ હતો અને પ્રથમ પારણું અપરાજિત રાજાને ઘરે ખીર દ્વારા કર્યું. ત્રણ વર્ષની સાધના બાદ હસ્તિનાપુરની શોભા સમાન ઉદ્યાનમાં આમ્રવૃક્ષની નીચે કારતક સુદ બારસના દિને રેવતી નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રભુનાં પ્રથમ શિષ્ય કુંભ અને શિષ્યા રક્ષિકા થયાં. શ્રી અમરનાથ સ્વામીનાં ૩૩ ગણધરો, પચાસ હજાર સાધુઓ, સાઠ હજાર સાધ્વીઓ, એક લાખ ચોરાસી હજાર શ્રાવકો અને ત્રણ લાખ બોતેર હજાર શ્રાવિકાઓ હતાં. ૨૦,૯૯૭ વર્ષ સુધી અવિરત દેશના પ્રવાહ દ્વારા અનેક ભવ્ય જીવોને તાર્યા બાદ સમેતશિખર પર્વત પરથી એક માસનું અનશન કરી માગશર સુદ ૧૦ના દિને રેવતી નક્ષત્રમાં મોક્ષને પામ્યા. પરમાત્માનું કુલ આયુષ્ય ૮૪,૦૦૦ વર્ષનું હતું. તેમની ઊંચાઈ ૩૦ ધનુષ્યની હતી. પક્ષેન્દ્ર અને ધારિણી નામનાં યક્ષયક્ષિણી અધિષ્ઠાયક તરીકે પરમાત્માના ચરણકમળની ઉપાસના કરે છે. હસ્તિનાપુર અને નાગપુર તીર્થમાં અરનાથ સ્વામી તીર્થનાયક તરીકે શોભે છે.
ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી * ૨૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org