Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જન્મ મહાસુદ ૩ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થયો. પરમાત્માનો વર્ણ ચમકતા સોના જેવો અને લાંછન વરાહ (સૂવર)નું હતું.
- પરમાત્મા રાગરહિત હોવા છતાં પૂર્વનાં ભોગાવલિ કર્મ અનુસાર લગ્ન કર્યા અને કાંપિલ્યપુરના રાજ્યનું ૩૦ લાખ વર્ષ સુધી સુચારુ સંચાલન કર્યું. પોતાનાં ભોગાવલિ કર્મોનો ક્ષય થયેલો જાણી મહા સુદ ચોથના દિવસે કાંપિલ્યપુરની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. પ્રભુએ દીક્ષા સમયે છઠ્ઠ તપ કર્યો હતો. અને ધાન્યકર્ટકપુર (ધાન્યકુટ)ના જય નામના રાજાને ત્યાં ખીર દ્વારા પ્રથમ પારણું કર્યું. ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં વિહાર કર્યા બાદ પોષ સુદ છઠ્ઠના દિને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં કાંડિલ્યપુરનગરની બહાર ઉદ્યાનમાં જાંબુના વૃક્ષ નીચે જ્ઞાનની પૂર્ણકળા સમાન કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. તેમનાં પ્રથમ સાધુ મંદર અને સાધ્વી શિવા (ધરા) હતાં. ૫૭ ગણધરો પ્રભુના ચરણની સેવા કરતા હતા અને સાધુ ૬૮,૦૦૦ સાધ્વી એક લાખ આઠ હજાર, શ્રાવક બે લાખ આઠ હજાર, શ્રાવિકા ચાર લાખ ચોંત્રીસ હજાર હતાં. પ્રભુએ ૧૪,૯૯,૯૯૮ વર્ષ સુધી પૃથ્વીલોકને ધર્મદેશના દ્વારા પાવન કરી. અંતે પોતાના આયુષ્યની પૂર્ણતા જાણી સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી જેઠ વદ સાતમના દિને રેવતી નક્ષત્રમાં સિદ્ધપદને પામ્યા. પરમાત્માનું કુલ આયુષ્ય ૬૦ લાખ વર્ષ હતું અને ઊંચાઈ ૬૦ ધનુષ્ય હતી. તેમનાં પમુખ અને વિદિતા (વિજયા) નામે યક્ષ-યક્ષિણી છે. શ્રી વિમલનાથ પ્રભુનાં તીર્થોમાં કાંડિલ્યપુર, બલસાણા (મહારાષ્ટ્ર) પ્રસિદ્ધ છે.
૧૪મા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનનો જન્મ શ્રી વિમલનાથ ભગવાનના નિર્વાણ પછી ચાર સાગરોપમના અંતરે થયો. અયોધ્યાનગરીમાં સિંહસેન રાજા અને સુયશા રાણીના ઘરે શ્રી અનંતનાથ ભગવાન અવતર્યા. પ્રભુનો જન્મ ચૈત્ર વદ તેરસ, રેવતી નક્ષત્રમાં થયો હતો. પ્રભુ તેજસ્વી સુવર્ણ વર્ણવાળા અને સિંચાણો લાંછન ધરાવનારા હતા. અનંતનાથ ભગવાન યોગ્ય વયમાં આવતાં માતાપિતાના આગ્રહથી લગ્નબંધનમાં જોડાયા, તેમ જ ૧૫ લાખ વર્ષ સુધી અયોધ્યાનગરીના રાજા તરીકે પ્રજાનું યોગક્ષેમ કર્યું. ત્યાર પછી અયોધ્યાનગરીની સમીપે આવેલા સહસામ્રવનમાં ચૈત્ર વદ ૧૪ના દિને રેવતી નક્ષત્રના શુભ યોગે પ્રવજ્યા ગ્રહણ કરી. પ્રભુએ બીજે દિવસે વિજય રાજાના ઘરે ખીર વડે પારણું કર્યું. ત્રણ વર્ષ સુધી સાધના કર્યા બાદ પુનઃ ચૈત્ર વદ ૧૪ અને રેવતી નક્ષત્રના શુભ યોગે અયોધ્યાનગરીની નજીક આવેલા ઉદ્યાનમાં અશોક વૃક્ષ નીચે ધ્યાનસ્થ અવસ્થામાં હતાં ત્યારે લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન થયું. અનંતનાથ ભગવાનનાં પ્રથમ શિષ્ય યશ અને શિષ્યા શુચિ પડ્યા) નામે હતાં. પ્રભુનાં ૫૦ ગણધરો, ચોસઠ હજાર સાધુઓ, બાસઠ હજાર સાધ્વીઓ, બે લાખ છ હજાર શ્રાવકો, ચાર લાખ ચૌદ હજાર શ્રાવિકાઓ હતાં. ૭,૪૯,૯૯૭ વર્ષ ધર્મોપદેશ આપ્યા બાદ તેઓ સમેતશિખર તીર્થ પર પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરી ચૈત્ર સુદ પાંચમ અને રેવતી નક્ષત્રમાં નિર્વાણને પ્રાપ્ત કર્યું. શ્રી અનંતનાથ ભગવાનનું સર્વ આયુષ્ય ૩૦ લાખ વર્ષ હતું અને ઊંચાઈ ૫૦ ધનુષ્ય હતી. તેમનાં અધિષ્ઠાયક યક્ષ પાતાલ અને યક્ષિણી અંકુશા છે. અયોધ્યા તીર્થ પ્રસિદ્ધ છે.
૧૫મા તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાનનો જન્મ શ્રી અનંતનાથ ભગવાનના મોક્ષગમન પછી ત્રણ પલ્યોપમના અંતરે ભરતક્ષેત્રમાં થયો. તેનો રત્નપુરીનાં ભાનુ રાજા અને સુવતારાણીના પુત્રરૂપે મહાસુદ
મામા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org