Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સર્વ જીવોના ઉદ્ધારક, ધર્મમાર્ગના સૂર્યસમા ૨૧મા તીર્થંકર નેમિનાથ ભગવાનનો જન્મ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના નિર્વાણ પછી ૫ લાખ વર્ષના સમય બાદ થયો. તેમની જન્મનગરી મિથિલા હતી અને પિતા મિથિલારાજ વિજય રાજા તેમજ માતા વિપ્રારાણી (વપ્રારાણી) હતાં. તેમનો જન્મ અષાઢ વદ આઠમ, અશ્વિની નક્ષત્રમાં થયો હતો. પ્રભુ નીલકમલ લાંછન ધરાવનારા અને તેજસ્વી સુવર્ણ જેવો વર્ણ ધરાવનારા હતા. ૫,૦૦૦ વર્ષ મિથિલાના રાજવી તરીકે ન્યાય-નીતિ સંપન્ન રાજ્ય-વહીવટ કર્યો, ત્યાર બાદ રાજ્યવૈભવ પટરાણી આદિ સર્વનો ત્યાગ કર્યો. એક વર્ષ પર્વત વર્ષીદાન દઈ જેઠ વદ નોમના દિને રેવતી નક્ષત્રમાં મિથિલાનગરીના બાહ્ય પરિસરમાં આવેલા સહસ્ત્રાપ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે છઠનું તપ હતું અને પ્રથમ પારણું દત્ત દિન) રાજાને ત્યાં ખીર દ્વારા થયું. નવ માસ સુધી કમ પર જય કરવાની સાધના કરી, એના પરિણામે મિથિલાનગરીની બહાર આવેલા ઉદ્યાનમાં માગશર સુદ અગિયારસના દિને રેવતી નક્ષત્રમાં બકુલ વૃક્ષની નીચે ધ્યાનસ્થ અવસ્થામાં હતા ત્યારે ચાર ઘાતિકર્મો નષ્ટ થઈ નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. શ્રી નમિનાથ સ્વામીનાં શુભ નામે પ્રથમ શિષ્ય અને અનલા (અનિલા) નામે શિષ્યા થયાં. પ્રભુના પરિવારમાં સત્તર ગણધરો, વીસ હજાર સાધુ, એકતાલીસ હજાર સાધ્વીઓ, એક લાખ વીસ હજાર શ્રાવકો, ત્રણ લાખ ઓગણચાલીસ હજાર શ્રાવિકાઓ હતાં. ર,૪૯૯ વર્ષ ધમદશના દઈ, અંતે એક માસનું અનશન કરી ચૈત્ર વદ ૧૦ના દિને સમેતશિખર પર્વત પરથી સકલ કર્મોનો ક્ષય કરી સિદ્ધિગતિને પ્રાપ્ત કરી. શ્રી નમિનાથ ભગવાનનું કુલ આયુષ્ય ૧૦૦૦૦ વર્ષનું હતું અને ઊંચાઈ ૧૫ ધનુષ્યની હતી. ભૂકુટિ અને ગાંધારી નામનાં યક્ષયક્ષિણી પરમાત્માનાં અધિષ્ઠાયક તરીકે જાગ્રતભાવે સેવા કરે છે. મિથિલાનગરી તીર્થભૂમિ તરીકે પ્રસિદ્ધ છે.
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ સ્વામીનો જન્મ નેમિનાથ ભગવાનના નિર્વાણ પછી ૫ લાખ વર્ષ બાદ થયો. શૌરીપુરીનગરીના સમુદ્રવિજય રાજાની શિવાદેવી રાણીના પુત્રરૂપે શ્રી અરિષ્ટનેમિ અથવા નેમિનાથ સ્વામીનો જન્મ થયો. શ્રાવણ માસની સુદ પાંચમ એમની જન્મતિથિ હતી અને ચિત્રા નક્ષત્ર જન્મ નક્ષત્ર હતું. શંખ લાંછનને ધારણ કરનાર અને મનોહર શ્યામકાંતિને ધારણ કરનારા હતા. તેઓ શ્રીકૃષ્ણ વાસુદેવના પિતરાઈ હતા. પોતાના પરિવાર સામે જરાસંધના આક્રમણના ભયથી શ્રીકૃષ્ણ દ્વારિકામાં વસવાટ કર્યો, ત્યારે તેઓ પણ પોતાના વડીલો સાથે દ્વારિકામાં આવ્યા. એક વાર બાલ્યાવસ્થામાં શ્રી નેમિનાથે ક્રીડા કરતાં રમતરમતાં શ્રીકૃષ્ણનો શંખ વગાડી પ્રચંડ ઉદ્ઘોષ કર્યો. આ ઉદ્યોષથી શ્રીકૃષ્ણ તેમનામાં અપૂર્વ બળ જાણ્યું. શ્રી અરિષ્ટનેમિકુમાર પોતાના પ્રતિસ્પર્ધી ન બને માટે નાની વયમાં જ તેમને પરણાવવાનો વિચાર કર્યો. શ્રી અરિષ્ટનેમિ પરણવાની સહમતી દર્શાવે તે માટે પોતાની રાણીઓ સાથે જળક્રીડા માટે મોકલ્યા. શ્રીકૃષ્ણની રાણીઓ તેમને વિવિધ રીતે લગ્ન માટે મનાવવા માંડી, પરંતુ નેમિકુમાર કોઈ રીતે માન્યા નહિ. તેમણે વિવિધ તેમની મોહપ્રેરિત વાતો સાંભળી કેવળ સ્મિત કર્યું.
તેમના સ્મિતને જ સહમતી સમજી શ્રીકૃષ્ણ લગ્નોત્સવ માટે તૈયારી કરી. મથુરાનગરીના ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતી સાથે સગાઈ જાહેર થઈ. શ્રાવણ સુદ પાંચમનો લગ્નદિવસ નિશ્ચિત થયો. વિવિધ મહોત્સવપૂર્વક જાન ઉગ્રસેન રાજાને ત્યાં ગઈ, પરંતુ ત્યાં તોરણ આગળ જ વધ માટેનાં પશુઓના અવાજ
મા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી આ ૨૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org