Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ત્રેવીસમા સ્તવનમાં કવિએ મધ્યકાળમાં સંસ્કૃત કવિઓમાં પ્રચલિત અનેકાર્થક શબ્દ વડે પરમાત્માની સ્તુતિ કરી છે.
પરવાદી ઉલૂકો પિ૨ હિર સમ, હિર સેવે જસ પાયા હરિતવાને પ્રભુની ગતિ ગજ સમ, હિર સેવે જસ પાયા.
(૨૩, ૧)
અન્ય દર્શનીઓ રૂપી ઘુવડ માટે સૂર્ય (હિર) સમાન, હિર (ઇંદ્રો) જેમની સેવા કરે છે તે હિરતવાન (લીલા રંગવાળા), ગજ જેવી ગતિવાળા હે પ્રભુ! હિર (નાગ) તમારા ચરણની સેવા કરે છે.
આમ, કવિએ એક પંક્તિમાં ‘હરિ’ શબ્દને ત્રણ અર્થમાં પ્રયોજી કાવ્યચાતુરી દર્શાવી છે. આ સમગ્ર સ્તવનમાં કવિએ ચંદ્રના અર્થના વિવિધ શબ્દો, કૌશિકના ઘુવડ અને ઇંદ્ર એવા બે અર્થો, કુવલયના કમળ અને પૃથ્વીમંડળ એવા બે અર્થો પ્રયોજી તેમજ એવા બીજા શબ્દોના પણ બે અર્થનો લાભ લઈ શબ્દચાતુરીમાંથી પ્રગટતી કાવ્યચાતુરીનો આસ્વાદ અર્પી છે.
ચોવીસમા સ્તવનમાં ટૂંકાણમાં પરમાત્માનું જીવનચરિત્ર વર્ણવેલ છે. કવિએ ચોવીશીને અંતે કળશ કે ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ અઢારમા સ્તવનમાં કવિએ ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો છે.
આ સ્તવનચોવીશીમાં કવિએ જૈનદર્શનની અનેક દાર્શનિક વિભાવનાઓને આલેખી છે. વિશેષરૂપે સિદ્ધનું અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ અનેક સ્તવનોમાં આલેખ્યું છે. પાર્શ્વનાથ સ્તવન શબ્દચાતુરીની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સમગ્રતયા, આ ચોવીશી જ્ઞાનપ્રધાન ચોવીશીઓમાં એક મહત્ત્વની ચોવીશી છે.
Jain Education International
For Personal & Private Use Only
જ્ઞાનપ્રધાન ચોવીશી * ૨૨૯
www.jainelibrary.org