Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
બોલચાલની છટામાં વર્ણન કરતાં કહે છે,
પુદ્ગલ સંગથી પુદ્ગલમય, નિજ ખીરનીર પરે અપ્પા રે. એતા દિન લગે એહિ જ ભ્રાંતિ, પુદ્ગલ અપ્પા થપ્પા રે.
(૧૩, ૨)
ચૌદમા સ્તવનમાં પણ કવિ શ્લેષમય રીતિએ અનંતનાથ ભગવાનની અનંતતા વર્ણવે છે. તીર્થંકરોએ વર્ણવેલા છ દ્રવ્યમાં પુદ્ગલ દ્રવ્યના પરમાણુ સહુથી વિશેષ છે, તે સર્વ પુદ્ગલ દ્રવ્યના અનંત દ્રવ્ય ગુણપર્યાય થાય, અને તેને પરમાત્મા પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષરૂપે જુએ છે. એવી ૫રમાત્માના જ્ઞાનની અનંતતા છે. પંદરમા ધર્મનાથ ભગવાનના સ્તવનમાં પરમાત્માએ જે અનંત ધર્મ (શુદ્ધ સ્વભાવ) પ્રગટ કર્યો છે, તે સ્વમાં પ્રગટ કરવા પરમાત્માને આલંબનરૂપ સ્વીકારે છે. કવિ આ સ્તવનમાં સુરતમાં બિરાજમાન ધર્મનાથમૂર્તિનો મહિમા પણ કરે છે.
શ્રી શાંતિનાથ સ્તવનમાં સિદ્ધના ૩૧ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્માના ૩૧ ગુણ પ્રગટ થયા છે અને સર્વ દોષો દૂર થયા છે. સત્તરમા સ્તવનમાં બાહ્યદ્રવ્યપૂજા અને ભાવપૂજા કરવાની રીત દર્શાવી છે. ભાવપૂજામાં રૂપાતીત સ્વભાવનું ધ્યાન કરવાનું સૂચવે છે.
અઢારમા અરનાથ સ્તવનમાં ‘ઉપમિતિ ભવ પ્રપંચા' કે ‘ત્રિભુવનદીપકપ્રબંધ'ની જેમ મોહરાજાના પરિવારનું રૂપકાત્મક વર્ણન કર્યું છે. મોહરાજા કુબુદ્ધિમંત્રી, મિથ્યા મહેતો હિસાબનીશ), ક્રોધ, માન, માયા, લોભ આ ચાર મુખ્ય સિપાઈઓ અને રાગ-દ્વેષરૂપી મલ્લ એવો વિશાળ પરિવાર ધરાવે છે. આ મોહરાજાએ જીવને બાંધી દીધો છે અને જીવને પણ આ બંધન ગમે છે. છતાં હવે થોડી સમજણ આવી છે, માટે જીવ પ્રભુને આ બંધનમાંથી મુક્ત કરવા વિનંતી કરે છે.
ઓગણીસમા મલ્લિનાથ સ્તવનમાં સર્વ દ્રવ્યોના ગુણ પર્યાય જાણવારૂપ પરમાત્માના જ્ઞાનગુણને વર્ણવે છે. આ જ્ઞાનગુણ પરમાત્મામાં પ્રગટ થયેલ છે, તો સાધકમાં પ્રછન્નપણે રહેલ છે અને સાધક તે પ્રગટ ક૨વા ઇચ્છે છે. વીસમા સ્તવનમાં કવિએ આ જ્ઞાન-ગુણનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ૫૨માત્માનું કેવળજ્ઞાન એ પૂર્ણ જ્ઞાન છે, એટલે પૂર્ણજ્ઞાનના ઉદય બાદ મતિ આદિ અપૂર્ણ જ્ઞાનો રહેતાં નથી. આ વાતને બારીના ઉદાહરણથી સ્પષ્ટ કરતાં કહે છે;
મત્યાદિક ચઉનાણ અભાવથી જાસ જો
કેવલજ્ઞાન તે સૂર્ય ઉગ્યો જેહને રે. ૨ વાતાયન પમુખ કીધા વિ દૂરજો
તવ કહેવાય સૂરજનો પ્રકાશ રે. ૪
(૨૦, ૨-૪)
કવિએ એકવીસમા સ્તવનમાં પરમાત્માના પરસ્પર વિરોધી ગુણોનું વર્ણન કર્યું છે. બાવીસમા સ્તવનમાં કવિએ રાજુલના વિરહ વિલાપનું આલેખન કર્યું છે, આ સાથે ૫રમાત્માના ત્રણ કલ્યાણકના સ્થળરૂપે ગિરનાર તીર્થનો મહિમા કર્યો છે.
૨૨૮ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org