Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હે સ્વામી ! સમસ્ત પ્રકારના દોષોને નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું, પણ માત્ર તમારી આ ભવ અને પરભવના ચરિત્રની કથા જ ત્રણ જગતનાં પ્રાણીઓનાં પાપનો નાશ કરે છે. જેમ સૂર્યોદય તો પછી થાય, પણ તે પૂર્વે તેની કાંતિ જ સરોવરમાં રહેલાં કમળોને વિકસ્વર કરી દે છે.
આવા ચરિત્રના મહિમાથી પ્રેરાઈ અનેક ચરિત્રસર્જકોએ એક-એક તીર્થકરના જીવનને વિસ્તારથી વર્ણવતી ચરિત્રકૃતિઓ રચી છે. તે ઉપરાંત પુષ્પદંત, સ્વયંભૂ, શિલાંક, હેમચંદ્રાચાર્ય જેવા કવિઓએ ચોવીસે તીર્થકરોના જીવનને રસમય રીતે વિસ્તારથી વર્ણવ્યા છે.
ધનપાલ કવિએ રચેલી ‘તિલકમંજરી' નામની ઋષભદેવ પ્રભુના જીવનચરિત્રને વર્ણવતી કાવ્યકૃતિ પ્રસિદ્ધ છે. તે ઉપરાંત તેમણે રચેલી “ઋષભપંચાશિકા' નામની સ્તુતિમાં પણ ઋષભદેવ ભગવાનના જીવનનો મહિમા સુંદર રીતે ગૂંચ્યો છે. કવિ પરમાત્માના જન્મથી ધન્ય બનેલા નાભિરાજાના ઘરને વર્ણવતાં કહે છે;
लठ्ठतणाहिमाणो सब्बो सव्वठ्ठसुरविमाणस्स पइं नाह ! नाहिकुलगर - धरावयारुमहे नछो।
| (ઋષભપંચાશિકા - શ્લોક ૫) હે નાથ ! જ્યારે આપ નાભિરાજાના ઘરે અવતાર લેવા તૈયાર થયા અને તેમના ઘરે અવતર્યા, ત્યારે દેવવિમાનોમાં અત્યંત સુંદર એવા સર્વાર્થસિદ્ધ વિમાનનો સુંદરતા સંબંધી સમસ્ત ગર્વ ગળી ગયો.
એ ઉપરાંત અનેક કવિઓએ સ્તુતિ-ચૈત્યવંદન જેવા પ્રકારોમાં સંક્ષેપમાં તીર્થકરોના જીવનની વિગતો વર્ણવી છે.
સ્તવનચોવીશી પ્રકાર મુખ્યત્વે તો ભક્તિપ્રધાન છે, પરંતુ આ પ્રકારમાં પણ કેટલાક કવિઓએ પરમાત્માના જીવનચરિત્રને વર્ણવ્યું છે અથવા પરમાત્માના જીવનની વિગતોનેં વર્ણવી કથાત્મકતાનો સ્પર્શ આપ્યો છે. - ભક્તિપ્રધાન ચોવીશી મુખ્યત્વે દર્શનગુણ, સમ્યકત્વ ગુણને નિર્મળ કરનારી છે. પરમાત્મા સાથે દઢ પ્રીતિ બંધાવનારી હોવાથી તેને દર્શનપ્રધાન પણ કહી શકાય, તેનું મોક્ષમાર્ગની સાધના માટે આવશ્યક પ્રથમ ગુણ સમ્યગુદર્શનગુણ સાથે જોડાણ રહ્યું છે.
જ્ઞાનપ્રધાન ચોવીશી પરમાત્મગુણોને ઓળખાવનારી છે. સાથે જ પરમાત્મા અને આત્માના નિશ્ચયદષ્ટિના સામ્યનું જ્ઞાન આપનારી હોવાથી મોક્ષમાર્ગની સાધનાના બીજા પગથિયા સમ્યગુજ્ઞાનની સાથે જ્ઞાનપ્રધાન ચોવીશી જોડાય છે.
તીર્થકરોના ચરિત્રમાં તેમણે કરેલી ગુણપ્રાપ્તિ માટે ચારિત્રસાધના મહત્ત્વની બને છે. આમ ચરિત્રપ્રધાન ચોવીશીને અન્ય શબ્દમાં ચારિત્રપ્રધાન કહી શકાય અને સાધનામાર્ગના ત્રીજા પગથિયા સમ્યગુચારિત્ર જોડે આ ચોવીશી પ્રકારનું અનુસંધાન રહ્યું છે.
આમ, જૈન સાધનામાર્ગનાં ત્રણ સોપાન સમ્યગ્દર્શન – સમ્યગુજ્ઞાન – સમ્યગુચારિત્રની સાધના જે રત્નત્રયીના નામે સુપ્રસિદ્ધ છે અને જૈન સાધનાનું હાર્દ છે તે ચોવીશીના ત્રણ પ્રકારોમાં ક્રમશઃ આલેખાયેલ
૨૩૮ ક ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org