Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હતી. બે લાખ અઠ્ઠાણું હજાર શ્રાવકો અને પાંચ લાખ પિસ્તાળીસ હજાર શ્રાવિકાઓ હતી. તેઓ ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર પર એક માસનું અનશન કરી ચૈત્ર સુદ પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં મોક્ષે ગયા. તેમના તીર્થ તરીકે તારંગા (ગુજ.) અને અયોધ્યા પ્રસિદ્ધ છે. તેમના અધિષ્ઠાયક યક્ષ મહાયક્ષ અને યક્ષિણી અજિતા છે.
ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનનો જન્મ શ્રી અજિતનાથ ભગવાનના નિર્વાણ બાદ ૩૦ લાખ કોટિ સાગરોપમનો કાળ વીત્યા બાદ થયો. તેમનો જન્મ શ્રાવસ્તિનગરીમાં માગશર સુદ ૧૪ના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં જિતારી રાજા અને સેનારાણીને ત્યાં થયો. તેમનું લાંછન ઘોડાનું અને વર્ણ દેદીપ્યમાન સુવર્ણ જેવો હતો. તેમણે ૪૪ લાખ પૂર્વ – ૪ પૂર્વાગ સુધી રાજ્યનું પાલન કરી માગશર સુદ ૧૫ના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં શ્રાવસ્તિનગરીમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા બાદ છઠ્ઠ તપના પારણે સુરેન્દ્રદત્તના ઘરે પ્રથમ ભોજન પ્રાપ્ત થયું. ૧૪ વર્ષની સાધના બાદ આસો વદ પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં શ્રાવસ્તિ નગરીની બહાર આવેલા સહસ્ત્રાપ્રવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના ચારુ નામના પ્રથમ ગણધર (સાધુ) થયા અને યામાં નામની પ્રથમ શિષ્યા થઈ. તેમના ગણધરો ૯૫ હતા. તેમના કુલ સાધુઓ બે લાખ અને સાધ્વી ત્રણ લાખ છત્રીસ હજાર થયાં. એ જ રીતે શ્રાવકો ૨,૯૩,000 અને ૫,૪૫,૦૦૦ શ્રાવિકાઓ થયાં. તેઓ ૧ માસનું અનશન કરી ચૈત્ર સુદ પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં સમેતશિખર પર્વત પર મોક્ષે ગયા. તેમનું કુલ આયુષ્ય ૬૦ લાખ પૂર્વ હતું અને ઊંચાઈ ૪૦૦ ધનુષ્ય હતી. તેમનાં ત્રિમુખ અને દુરિતારિ નામે અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી છે. શ્રી શ્રાવસ્તિ સંભવનાથ ભગવાનનું પ્રસિદ્ધ તીર્થ છે.
ચોથા તીર્થંકર અભિનંદન સ્વામીનો જન્મ શ્રી સંભવનાથ ભગવાનના નિર્વાણ પછી ૧૦ લાખ કોટિ સાગરોપમના અંતરે અયોધ્યાનગરીમાં સંવર રાજાની સિદ્ધાર્થરાણીની કુક્ષિએ થયો. તેમનું લાંછન વાનર હતું અને વર્ણ તેજસ્વી સુવર્ણ જેવો હતો. મહા સુદ બીજના દિવસે અભિજિત નક્ષત્રમાં તેમનો જન્મ થયો હતો. ૩૬| લાખ પૂર્વ અને ૮ પૂર્વાગ અયોધ્યાના વૈભવી રાજ્યને સંભાળ્યા બાદ મહા સુદ ૧૨ના દિવસે અભિજિત નક્ષત્રમાં અયોધ્યાનગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. તેમણે દીક્ષા સમયે છઠ્ઠનો તપ કર્યો હતો અને દિક્ષા બાદ ઈન્દ્રદત્તના ઘરે પારણું કર્યું. ૧૮ વર્ષની સાધના બાદ પોષ સુદ ૧૪ના દિને અભિજિત નક્ષત્રમાં (અન્ય મત પ્રમાણે માગશર સુદ ૧૪) અયોધ્યાનગરીની બહાર આવેલા ઉદ્યાનમાં નિર્મળ કેવળજ્ઞાન થયું. તેમના વજનાભ નામે પ્રથમ સાધુ અને અજિતા નામે સાધ્વી શિષ્યા થયાં. કુલ ગણધર ૧૧૬ હતા. કુલ સાધુ ત્રણ લાખ અને સાધ્વી છ લાખ ત્રીસ હજાર હતાં. બે લાખ અઠ્યાસી હજાર શ્રાવકો અને પાંચ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકાઓ હતાં. તેઓ અંતે એક માસનું અનશન કરી વૈશાખ સુદ ૮ના દિવસે પુષ્ય નક્ષત્રમાં સમેતશિખર પર્વત પરથી મોક્ષે ગયા. તેમના અધિષ્ઠાયક યક્ષ યક્ષેશ (ઈશ્વર) છે અને યક્ષિણી કાલી દેવી છે. અભિનંદન સ્વામીનું કુલ આયુષ્ય ૫૦ લાખ પૂર્વ હતું. તેમના તીર્થ તરીકે અયોધ્યા પ્રસિદ્ધ છે.
પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથનો જન્મ શ્રી અભિનંદન સ્વામીના નિર્વાણ બાદ ૯ લાખ કોટિ સાગરોપમનો કાળ ગયા બાદ અયોધ્યાનગરીમાં મેઘરથ રાજા અને મંગલારાણીને ત્યાં વૈશાખ સુદ આઠમના ૨૪૦ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org