Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જોવા મળે છે.
ચરિત્રપ્રધાન ચોવીસીઓમાં ચોવીસ તીર્થંકરોના જીવનની જે વિવિધ વિગતો મુખ્ય રૂપે આલેખાઈ છે તે વિગતો અહીં સંક્ષેપમાં પ્રસ્તુત છે.
વિનીતાનગરી (અયોધ્યાનગરી)ના રાજા નાભિ કુલકરની પત્ની મરુદેવાની કુક્ષિએ ફાગણ વદ આઠમના શુભ દિને ઉત્તરાષાઢા નક્ષત્રમાં શ્રી ઋષભદેવનો જન્મ થયો. જન્મપૂર્વે માતાએ ૧૪ સ્વપ્નમાં પ્રથમ ઋષભને જોયો હોવાથી પુત્રનું નામ “ઋષભ' રખાયું. તેમનો વર્ણ દેદીપ્યમાન સોના જેવો અને લાંછન ઋષભ હતું.
ઋષભદેવ આ ચોવીશીના સર્વપ્રથમ તીર્થંકર - સર્વપ્રથમ ધર્મમાર્ગનો પ્રારંભ કરનારા તેમ જ લોકવ્યવહારની પણ ‘આદિ કરનારા હોવાથી “આદિનાથ' એવા બીજા નામે પણ પ્રસિદ્ધ થયા છે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં સુનંદા અને સુમંગલા નામની સુંદર સ્ત્રીઓ જોડે લગ્ન થયાં. તેમને ભારત-બાહુબલિ આદિ ૧૦૦ પુત્રો અને બ્રાહ્મી-સુંદરી નામની બે દીકરીઓ થઈ.
ઘણાં વર્ષો સુધી રાજ્યનું પાલન કર્યા બાદ તેમણે રાજ્યવૈભવ છોડી ફાગણ વદ આઠમ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં વિનીતાનગરીની બહાર ઉદ્યાનમાં દીક્ષા ધારણ કરી. તેમણે એક વર્ષ ઉપરાંતના દીર્ઘકાળ સુધી લોકો સાધુને કઈ રીતે ભિક્ષા દેવાય તે ન જાણતા હોવાથી ભિક્ષાની પ્રાપ્તિ ન થઈ. ત્યાર બાદ હસ્તિનાપુરના રાજા શ્રેયાંસે જાતિસ્મરણજ્ઞાન દ્વારા ઈક્ષરસને યોગ્ય ભિક્ષા જાણી દાન દીધું અને ત્યાં દીક્ષા બાદ પ્રથમ ભોજન ગ્રહણ કરવારૂપ પારણું થયું. આ પારણાનો દિવસ આજે પણ અક્ષયતૃતીયા નામે પ્રસિદ્ધ છે.
૧000 વર્ષની ઉગ્ર તપશ્ચર્યા બાદ પુરિતામલ ઉદ્યાન (પ્રયાગ), અલ્લાહાબાદમાં વડવૃક્ષ નીચે મહા વદ અગિયારસના દિને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન બાદ શાસનની સ્થાપના કરી. તેમના પ્રથમ ગણધર સાધુઓમાં મુખ્ય પુંડરિક સ્વામી હતા, તેમ જ ૮૪ ગણધરો હતા. સાધ્વીઓમાં મુખ્ય સાધ્વી બ્રાહ્મી હતી. ૮૪,૦૦૦ સાધુઓ અને ત્રણ લાખ સાધ્વીઓ, શ્રાવકો ૩,૫૦૦૦ શ્રાવિકાઓ ૫,૫૪,૦૦૦ હતાં. એક લાખ પૂર્વમાં એક હજાર વર્ષ ઓછાં વર્ષ સુધી ધર્મદેશના આપી. તે પછી અષ્ટાપદ પર્વત પર ૧૦૮ સાધુઓ સાથે પોષ વદ ૧૩ના દિવસે છ ઉપવાસના તપ સાથે અભિજિત નક્ષત્રમાં મોક્ષ પામ્યા.
તેમની ઊંચાઈ ૫૦૦ ધનુષ્ય હતી, તેમ જ સમગ્ર આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. તેમનાં તીર્થોમાં શત્રુંજય પાલિતાણા – સૌરાષ્ટ્ર), અયોધ્યા આદિ પ્રસિદ્ધ છે. તેમના અધિષ્ઠાયક યક્ષ ગૌમુખ અને યક્ષિણી ચક્રેશ્વરી દેવી છે.
બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનનો જન્મ શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછી ૫૦ ક્રોડ સાગરોપમના કાળ બાદ અયોધ્યા વિનીતા)નગરીમાં મહાસુદ આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં જિતશત્રુ રાજા અને વિજયારાણીને ત્યાં થયો. તેમનો રંગ સુવર્ણવર્ણ અને હાથીનું લાંછન હતું. તેમની ઊંચાઈ ૪૫૦ ધનુષ્ય હતી. પ૩ લાખ પૂર્વ રાજ્ય ભોગવી મહા સુદ છઠ્ઠના દિવસે રોહિણી નક્ષત્રમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા બાદ છઠ્ઠ તપના પારણે બ્રહ્મદત્ત રાજાના ઘરે ખીર દ્વારા પારણું કર્યું. બાર વર્ષની સાધના બાદ પોષ સુદ ૧૧ના દિવસે અયોધ્યાનગરીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમના સિંહસેન નામના પ્રથમ ગણધર (સાધુ) અને ફલ્ગ નામે સાધ્વી હતાં. તેમનો લાખ સાધુઓનો પરિવાર હતો અને ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ
- ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી
૨૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org