Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શુભ દિવસે મઘા નક્ષત્રમાં થયો. તેમણે ૨૯ લાખ પૂર્વ અને ૧૨ પૂર્વાગ સુધી અયોધ્યાનગરીના રાજ્યનું ઉત્તમ રીતે પાલન કર્યું. તેમનો વર્ણ કાંચન (સુવર્ણ) સમાન હતો અને ક્રૌંચ પક્ષી લાંછન હતું.
શ્રી સુમતિનાથ ભગવાને વૈશાખ સુદ નોમના દિવસે મઘા નક્ષત્રમાં અયોધ્યાનગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે એકાસણાનું તપ હતું અને પ્રથમ પારણું પદ્મના ઘરે કર્યું. પ્રભુએ ૨૦ વર્ષ સુધી ધ્યાનસાધના કરી, ત્યાર બાદ ચૈત્ર સુદ ૧૧ના દિને અયોધ્યાનગરીની બહાર ઉદ્યાનમાં શાલવૃક્ષની નીચે ધ્યાનસ્થ હતા ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેમના પ્રથમ ગણધર (શિષ્ય) અમર હતા અને સાધ્વી કાશ્યપી હતી. પ્રભુને ૧૦૦ ગણધરો હતા, તેમ જ સાધુપરિવાર ત્રણ લાખ વીસ હજાર અને સાધ્વીપરિવાર પાંચ લાખ ત્રીસ હજાર શોભતો હતો. શ્રાવકસંખ્યા બે લાખ એક્યાસી હજાર અને શ્રાવિકા પાંચ લાખ સોળ હજાર હતી. પ્રભુ એક માસનું અનશન કરી સમેતશિખર પર્વત પરથી ચૈત્ર સુદ નોમના દિને પુનર્વસુ નક્ષત્રમાં મોક્ષમાં ગયા. તેમનાં અધિષ્ઠાચક્ર યક્ષ તુંબરુ અને યક્ષિણી મહાકાલી છે. સુમતિનાથ પ્રભુનું કુલ આયુષ્ય ૪૦ લાખ પૂર્વ હતું. સુમતિનાથ પ્રભુનાં અયોધ્યા અને માતર પ્રસિદ્ધ તીર્થો છે.
છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભ સ્વામીનો જન્મ સુમતિનાથ સ્વામીના નિર્વાણ પછી ૯૦ હજાર કોટિ સાગરોપમનો કાળ પૂર્ણ થયા બાદ થયો. તેમના પિતા કૌશાંબીનગરીના શ્રીધર રાજા અને માતા સુસીમાદેવી હતાં. તેમનો જન્મ આસો વદ બારસ, ચિત્રા નક્ષત્રમાં થયો હતો. તેમનું લાંછન મનોહર કમળનું હતું અને તેમનો વર્ણ વિદ્ગમ પરવાળા) સમાન લાલ હતો. તેમણે ૨૧ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાગનો કાળ કૌશાંબીના રાજા તરીકે શોભાવ્યો હતો. મનથી વૈરાગ્યવંત એવા પ્રભુએ સુખવૈભવની વચ્ચે પણ અલિપ્ત રહી આસો વદ તેરસના દિવસે ચિત્રા નક્ષત્રમાં કૌશાંબી નગરીની બહાર આવેલા સહસામ્રવનમાં દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે પ્રભુએ નિર્મળ છઠ્ઠ તપ કર્યો હતો અને સોમદેવના ઘરે ખીર વડે પારણું કર્યું. છ માસ બાદ વિહાર કરતા પ્રભુ કૌશાંબીનગરીની બહાર ઉદ્યાનમાં છત્રવૃક્ષની નીચે ધ્યાન ધરતા હતા ત્યારે ચૈત્ર સુદ ૧૫ના દિવસે ચિત્રા નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. તેમની દેશના સાંભળી સુવ્રત નામે પ્રથમ શિષ્ય અને રતિ નામે પ્રથમ સાધ્વી શિષ્યા થઈ. પ્રભુના કુલ ૧૦૭ ગણધરો થયા. પ્રભુના સાધુઓ ત્રણ લાખ ત્રીસ હજાર અને સાધ્વી ચાર લાખ વીસ હજાર થયાં. શ્રાવકો બે લાખ છોતેર હજાર અને શ્રાવિકા પાંચ લાખ પાંચ હજાર થયાં. પ્રભુ સમેતશિખર પર્વત પરથી એક માસનું અનશન કરી કારતક વદ ૧૧ના દિવસે ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. પ્રભુનાં કુસુમ નામે યક્ષ અને અય્યતા નામે યક્ષિણી છે. પ્રભુનું કુલ આયુષ્ય ૩૦ લાખ પૂર્વ હતું. પદ્મપ્રભુસ્વામીનાં તીર્થોમાં કૌશાંબી અને પાબળ (મહારાષ્ટ્ર) મહિમાવંત છે.
સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી પદ્મપ્રભ સ્વામીના નિર્વાણ પછી ૯ હજાર કોટિ સાગરોપમનો કાળ વ્યતીત થયા બાદ થયા. તેમના પિતા વારાણસીનગરીના સુપ્રતિષ્ઠ રાજા અને માતા પૃથ્વીદેવી હતાં. જેઠ સુદ ૧૨ના દિવસે અનુરાધા નક્ષત્રમાં પ્રભુનો જન્મ થયો હતો. પ્રભુનું લાંછન સ્વસ્તિક હતું અને વર્ણ તપાવેલા સોના જેવો તેજસ્વી હતો. પ્રભુની માતાને જન્મપૂર્વે પાંચ ફણાવાળો સર્પ દેખાયો. હોવાથી અનેક સ્થળે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિમાં પાછળ પાંચ ફણાવાળો સર્પ હોય છે. તેમણે ૧૪ લાખ પૂર્વ અને ૨૦ પૂર્વાગ સુધી વારાણસીની પ્રજાના યોગક્ષેમનું રાજવી તરીકે ધ્યાન રાખ્યું. ત્યાર બાદ
મા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી * ૨૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org