Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
થતું ધ્યાન સર્વસુખસંપદાન આપનારું થાય છે.
સત્તરમા સ્તવનમાં પાંચ સમવાય કારણો - કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચે પોતપોતાના મતો રજૂ કરે છે અને પોતાની શ્રેષ્ઠતા જાહેર કરે છે, પરંતુ જિનેશ્વરદેવ એ સર્વ મતોનો સમન્વય કરી કાર્યસિદ્ધિ માટે આ પાંચ કારણોની અનિવાર્યતા દર્શાવે છે. આ કાવ્યમાં વિવિધ મતોની પોતપોતાની સ્થાપના માટેની નાટ્યાત્મક રજૂઆત અસરકારક છે. - કવિ અઢારમા સ્તવનમાં અરનાથ ભગવાનનું દર્શન એ પોતાના આત્મસ્વભાવના દર્શનનું નિમિત્ત બને છે, તેમ જણાવે છે. જગતમાં સહુ લોકો દર્શન, દર્શન એમ કરે છે, પરંતુ તે સર્વ તર્કરૂપી સમુદ્રમાં મોજા સમાન થાય છે, દર્શનનો કોઈ યથાર્થ ભેદ લઈ શકતું નથી. પરંતુ પરમાત્માનું દર્શન કરનાર શુદ્ધ અનેકાંત દર્શનરૂપ તત્ત્વ પામી શકે છે, માટે કવિ પુનઃ પુનઃ પરમાત્મદર્શનને ઇચ્છે છે. હરિહર આદિ અન્ય દર્શનો કરતા પરમાત્મદર્શનને જ સર્વશ્રેષ્ઠ ગણાવે છે અને તે અંગે રમ્ય દષ્ટાંત આપતાં કહે છે; દેખી શશીકાંતિ હર્ષ ચકોરને રે, તારક ગણથી તે નાહી.”
(૧૮, ૭) પૂર્ણ જ્યોતિ-ચંદ્ર સમાન પરમાત્માના દર્શનથી ભવિક-ચકોરને જે આનંદ થાય તે સામાન્ય દર્શનથી કેમ થાય? અંતે દશ્ય જિનેશ્વરદેવ) અને દર્શક (ભવ્ય જીવ) વચ્ચેનો ભેદ ટળે તો જ પરમાત્મદર્શનરૂપ કલ્પવૃક્ષ સફળ થયું છે એમ જાણીશ, એમ કહી પરમાત્મા સાથે એકરૂપતા ઝંખે છે. કવિએ દર્શન શબ્દને જોવું, તત્ત્વજ્ઞાન, આત્મઅનુભવ જેવા વિવિધ અર્થોમાં એકસાથે પ્રયોજીને આ કાવ્યમાં પરમાત્મદર્શનની ઉપકારકતાનું સચોટ વર્ણન કર્યું છે.
શ્રી મલ્લિનાથ સ્તવનમાં પરમાત્માના ચાર નિક્ષેપનામ, સ્થાપના, દ્રવ્ય, ભાવનું વર્ણન કર્યું છે, એ જ રીતે વીસમા મુનિસુવ્રતસ્વામી સ્તવનમાં પરમાત્મગુણોની અનંતતા અને તે ગુણોની વર્ણનની સામાન્ય જીવોની અસમર્થતા દર્શાવી છે. એકવીસમા નમિનાથ સ્તવનમાં પરમાત્માના રૂપનું ભાવવાહી અને સુગેય દેશીમાં વર્ણન કર્યું છે.
લાયો શશિ મુખ જોય, તપન ખત સમ હોય. આ છે લાલ ! અધર અરુણોદય સમ પ્રભાજી.
(૨૧, જી. તમારા તેજસ્વી અને સુંદર મુખ જોઈ ચંદ્ર શરમાઈ જાય છે, સૂર્ય આગિયા જેવો નિસ્તેજ થઈ જાય છે. વળી હોઠની સૂર્યોદય સમાન સુંદર લાલ તેજસ્વિતા છે. કવિ કહે છે કે, રૂપ માટે સર્વ શ્રેષ્ઠ ઉપમાન ગણાતા ઇંદ્ર, ચંદ્ર, નાગેંદ્ર, આદિ સૌ તમારા ચરણમાં નમે છે.
બાવીસમા નેમિનાથ સ્તવનમાં કવિ દ્રવ્ય અને ભાવપૂજાની વિધિ દર્શાવે છે, તેમજ દ્રવ્યપૂજા માટે થતી હિંસા વાસ્તવમાં વિધિના યોગથી હિંસા રહેતી નથી, તેવું પ્રતિપાદિત કરી હૃદયના ઉલ્લાસપૂર્વક અનુભવના ભંડાર સમી પૂજા કરવા કહે છે. ત્રેવીસમા સ્તવનમાં પરમાત્માની પૂર્ણતા અને સ્થિરતાનું સુચારુ રીતે વર્ણન કર્યું છે.
ચોવીશમાં સ્તવનમાં વિવિધ ગુણભંડાર એવા મહાવીર સ્વામી પાસે ભાવપૂર્ણ રીતે દાસ્યભાવ અભિવ્યક્ત કર્યો છે;
- જ્ઞાનપ્રધાન ચોવીશી અલ ૨૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org