Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથ સ્તવનમાં કવિએ પ્રયોજેલા ક્યું હિ? ક્યું હિ? યુહિ? યુહિ? એવા પરિવર્તિત ધ્રુવપદો બોલચાલની છટા સાથે સંકળાય છે. કવિ આ સ્તવનમાં વિરોધાભાસની પરંપરા આલેખે છે, તું સિદ્ધસ્વરૂપે) રૂપાતીત છે, તો તારા રૂપનું વર્ણન કેમ કરવું ? તું ગુણાતીત છે તો તારા ગુણનું વર્ણન કેમ કરવું ? તું અરૂપ હોય તો પણ લોકોને સંસારસાગરથી કઈ રીતે તારી શકે? પછી પોતાના જ પ્રશ્નના સમાધાનમાં કહે છે, જેવી રીતે પાણીમાં ચામડાની મશક તરે તે તેની વચ્ચે રહેલી હવાને આધારે તરે છે, તેમ રૂપાતીત એવો તું પણ ભક્તને અરૂપી હોવા છતાં તારનાર થાય છે. આમ, કવિ પરમાત્માના તારકગુણનો મહિમા કરે છે.
કવિ સમક્ષ હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી આદિના અનેક અપૂર્વ ગ્રંથો રહ્યા હતા. આ ગ્રંથોના સંસ્કૃત ભાષામાં ગૂંથાયેલા અપૂર્વ તત્ત્વો સામાન્ય ભાવિક જનોને પણ ઉપલબ્ધ થાય એ માટે કવિ પ્રયત્નશીલ હતા. આથી કવિએ તે સમયના અત્યંત પ્રચલિત એવા સ્તવન પ્રકારમાં આ ગ્રંથોના રહસ્યાર્થને ગૂંથ્યા છે. કવિના પ્રસિદ્ધ ચોમાસી દેવવંદનના પાંચે સ્તવનો હેમચંદ્રાચાર્ય કૃત વીતરાગસ્તવનના ભાવાનુવાદ છે. તેમાંનું પ્રથમ સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રે કાય' તો જૈન ભાવિકોને હૃદયસ્થ છે.
કવિ ચોવીશીના આઠમા ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં યશોવિજયજીના જ્ઞાનસાર ગ્રંથના પ્રથમ પૂર્ણતાષ્ટકનો ભાવાનુવાદ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ વીતરાગ સ્તોત્રની હૃદ્ય ભાવાનુવાદ કરનાર કવિ કોઈક કારણોસર પૂર્ણતાષ્ટકના તત્ત્વજ્ઞાનનું સુગેયં અને હૃદયસ્પર્શરૂપ આપવામાં નિષ્ફળ જાય છે. કવિના અનુવાદમાં પૂર્વમાન, સ્તિમિત સમુદ્ર જેવા સંસ્કૃત શબ્દો અને જગદ્ભુતનોદાય જેવા સમાસો આખા ને આખા તેજરૂપે રહી જવાથી કવિનો તત્ત્વજ્ઞાનનો ગુજરાતી ભાવાનુવાદનો હેતુ નિષ્ફળ જતો અનુભવાય છે. નવમું સુવિધિનાથ સ્તવન પણ જ્ઞાનસારના સ્થિરતા-અષ્ટકના કેટલાક શ્લોકોનો ભાવાનુવાદ છે, પરંતુ ત્યાં કવિને થોડીક વિશેષ સફળતા પ્રાપ્ત થઈ છે.
દસમા શીતલનાથ સ્તવનમાં શાસ્ત્રોમાં વર્ણવાયેલા અનુપમ સિદ્ધત્વના સુખને વર્ણવે છે. દેવોના સુખને અનંતવાર વર્ગ કરો તોપણ સિદ્ધના સુખની આગળ તે એકદમ ઓછું જ રહે, એવું અપૂર્વ સિદ્ધનું સુખ છે. આ પ્રકારનું વર્ણન કવિએ આવશ્યક નિર્યુક્તિના આધારે કર્યું છે.
કવિ અગિયારમાં અને બારમા સ્તવનમાં મોક્ષગમન સમયે કરાતી શેષ સકળ કર્મોના ક્ષય માટેની શૈલેષીકરણની પ્રક્રિયાને વર્ણવે છે. વાસુપૂજ્ય સ્વામીના લાલ રંગને જોઈ કવિ અનુભવે છે કે, કર્મો સાથે અંતિમ યુદ્ધ કરવા તેમણે આ લાલ રંગ ધારણ કર્યો છે.
વાસવર્વતિ વૈદિએજી, વાસુપૂજ્ય જિનરાય. માનું અરુણ વિગ્રહ કર્યોજી, અંતર રિપુ જયકાર
(૧૨, ૧) કવિ આ સ્તવનોમાં પારિભાષિક શબ્દો દ્વારા સમગ્ર શૈલેશીકરણની પ્રક્રિયાને વર્ણવે છે.
કવિ તેરમા સ્તવનમાં “વિમલ નામ પર શ્લેષ કરી વિમળતાને ઓળખાવનાર તરીકે તેમનો મહિમ કરે છે. જીવે આજ સુધી પોતાના આ બાહ્ય પુદ્ગલમય અસ્તિત્વને જ આત્મા માની લીધો હતો, તે ભ્રાંતિનું
ના જ્ઞાનપ્રધાન ચોવીશી અંક ૨૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org