Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રભુ ગુણ ગરુડ તણો રવ સુણિને, દુરિત પનગ ભય નાસજી. સૈન્ય ચતુરવિધિ નાર્વે અરધ, ગંધહસ્તિને પાસે સંભવ સ્વામીજી.
(૩, ૫) પ્રભુના ગુણરૂપી ગરુડનો અવાજ સાંભળીને પાપરૂપી સર્પો ડરીને દૂર ચાલ્યા જાય છે. ચાર પ્રકારનું સૈન્ય પણ જેમ ગંધહસ્તીની પાસે આવી શકતું નથી, તેમ પરમાત્માના ગુણો હૃદયમાં વસ્યા હોય તો કોઈ પાપ કે અનિષ્ટ હૃદયમાં પ્રવેશી શકતું નથી. આથી જ કવિ પરમાત્માના ગુણોની સ્તવના કરવા પ્રેરાયા છે. સામાન્ય રીતે કવિઓ કળશમાં પોતાની રચનાનો હેતુ સ્પષ્ટ કરતા હોય છે. પરંતુ કવિ અન્યત્ર પણ પોતાનો હેતુ સ્પષ્ટ કરે છે,
વરદ ભગતિ હયડે વસી રે, મુઝ પેખતે પ્રતિપાલ ! વાહ્યો મુજ મન વાલ્હો રે, દેવ સ્તવયો દનદયાળ.
(૧૭, જી. પ્રભુ! તારી વરદાન દેનારી સહુ સુખ દેનારી) ભક્તિ હૃદયમાં વસી છે. એને કારણે હે પ્રભુ! તું મારા મનમાં વસ્યો છે. માટે હે જગતના પાલક દીનદયાળ ! તારી હું સ્તવના કરું છું. તો વળી આ સ્તવનાના હેતુરૂપે પોતાની સમ્યકત્વની (શુદ્ધ તત્ત્વદર્શન)ની ઇચ્છાને આલેખતાં કહે છે,
આશ કરી આવીયા, જે સમીપ તુઝ તણું
દુરિત દરિદ્ર તસ દૂરિ કીધો. મેટિઓ અનાદિનો દૂરિ મિથ્યાતને ,
સમ્યફ રયણ તેણે દીધો. તેહ જાણી કરી સ્તવનરચના રચી. મનશુદ્ધ ભાવના એહ તેરી.
(૧૨, ૨-૩) આમ, કવિ પરમાત્માની સ્તવનાના ગુણકીર્તન અને સમ્યકત્વની પ્રાપ્તિ એવા બે આશયો રજૂ કર્યા છે.
કવિએ અનેક સ્થળે પરમાત્માની વાણીની સ્તુતિ કરી છે. કવિએ અગિયારમા સ્તવનમાં મનુષ્યભવની દુર્લભતા વર્ણવી છે. તેમજ વિષમ એવા પાંચમા આરામાં પરમાત્માની વાણી જ પરમ આધારરૂપ છે એમ વાણીની મહત્તાને વર્ણવી છે. સોળમાં સ્તવનમાં વાણીને પરમાત્મારૂપી પર્વતના હૃદય રૂપી સરોવરમાંથી પ્રગટ થનારી વરવાહિની (શ્રેષ્ઠ નદી) તરીકે ઓળખાવે છે. આ નદીથી કૃત (શાસ્ત્ર) રૂપી સમુદ્ર પોષાયો છે. એમ વર્ણવી કવિ પરમાત્મા, વાણી અને શ્રત માટે સુંદર રૂપક અલંકાર પ્રયોજે છે. કવિએ પરમાત્માના એક વચન દ્વારા અનેક જીવોના સંશયને એકસાથે દૂર કરવાના પાણીના ગુણનો પણ ઉલ્લેખ કરેલ છે.
૧૭૮ ર૯ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org