Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જેની મૂર્તિ પણ આવી પાવનકારી છે તેવા પરમાત્મા સાથે કવિ ૨સમય એકતા કરવા ઇચ્છે છે. આ રસમય એકતા માટે કવિ પાયાની શરત દર્શાવે છે; બાહ્ય પદાર્થોથી વિમુખતા આવે તો જ આ રસમય એકતાની અનુભૂતિ થઈ શકે. પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હો મીત્ત.' (૪, ૧) કારણ કે, ૫૨માત્મા શુદ્ધ સ્વભાવવાળા છે, પુદ્ગલથી પર છે. પરમાત્મા જેમ પુદ્ગલદ્રવ્યથી અલિપ્ત છે, તેમ સાધક પણ ક્રમશઃ પૌદ્ગલિક ભાવથી વિભિન્ન થતો જાય અને ૨સમય એકતાની પ્રાપ્તિ કરે છે. સાધકને વાત્સલ્યભરી સલાહ આપતાં કહે છે,
પરપરિણામિકતા અછે, જે તુજ પુદ્દગલયોગ હો મિત્ત જડચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત,’
(૪, ૫)
કવિ સર્વ પુદ્ગલોને ‘એંઠ’ તરીકે ઓળખાવી તે પદાર્થોથી અલિપ્ત થઈ આત્મતત્ત્વના વિશુદ્ધ સ્વરૂપમાં કેન્દ્રિત થવા કહે છે. આ રસમય એકતાની પૂર્વભૂમિકારૂપે સેવા કરવાનું સૂચવે છે.
પંરમાત્માની વિવિધ નયોની દૃષ્ટિએ સેવાનું આલેખન કવિ આઠમા સ્તવનમાં કરે છે. વંદન, નમન, અર્ચન, ગુણોનું કીર્તન સ્તવન કરવું એ સર્વ ૫રમાત્માની દ્રવ્યસેવા છે અને પરમાત્મા સાથે એકતા સાધવાનો ભાવ તે જ ભાવસેવા છે એમ જણાવી પ્રભુ ગુણોનો સંકલ્પ કરવો તે નૈગમનયથી સેવા છે, તેમ જણાવે છે. પરમાત્માની સર્વ આત્મસંપત્તિનું ચિંતન કરવું તે સંગ્રહનયથી સેવા છે, તો પરમાત્માના ઉપકારનું સ્મરણ અને જ્ઞાન પ્રત્યે આદર એ વ્યવહારનયથી સેવા છે, તે જ રીતે પરમાત્મ ગુણોમાં સતત તન્મય થવું તે ઋજુસૂત્ર નયની સેવા છે. ત્યારે શાસ્ત્રોમાં વર્ણવેલા શુક્લ ધ્યાનના પ્રથમ પ્રકારનું ધ્યાન તે શબ્દનયથી પરમાત્માની સેવા છે, અને ક્રમશઃ દશમા તેમજ બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવા તે સમભિરૂઢ અને એવંભૂત નયની સેવા છે. આ સર્વ પ્રકારો અપવાદથી દર્શાવ્યા છે, ઉત્સર્ગની દૃષ્ટિએ તો ક્રમશઃ એક એક નયમાં વિશેષ વિશેષ ગુણવૃદ્ધિ કરી ચૌદમે ગુણઠાણે સિદ્ધપદને પામવું તે ભાવથી સાતમા એવંભૂત નયની સેવા છે, આમ, કવિએ ઉત્કૃષ્ટ રીતે ૫રમાત્માની સેવા એટલે સાધકે પણ ક્રમશઃ ગુણોની ઉન્નતિ કરી પરમાત્મપદને પામવું તે જ છે એમ દર્શાવ્યું છે.
કવિ ભવ્યજીવોના હૃદયમાં સેવા માટે કેવો ઉલ્લાસ છે તેને ૨૧મા સ્તવનમાં મેઘના રૂપક દ્વારા વર્ણવે
છે;
Jain Education International
શ્રી નમિ જિનવર સેવ, ઘનાઘન ઉમ્પયો રે. ઘ દીઠાં મિથ્યા રૌરવ, ભવિક ચિત્તથી ગમ્યો રે. ભ શુચિ આચરણા રીતિ તે, અભ્ર વધે વડાં રે. અ આત્મપરિણતિ શુદ્ધ, તે વીજ ઝબૂકડા ૨ || તે ॥ ૧ ॥ વાજે વાયુ સુવાયુ, તે પાવન ભાવના રે. તે ઇંદ્રધનુષ્ય ત્રિકયોગ, તે ભક્તિ એક મના રે. તે નિર્મળ પ્રભુ સ્તવઘોષ, ધ્વનિ ઘન ગર્જતા રે. ધ્વ તૃષ્ણા ગ્રીષ્મકાળ, તાપની તર્જના ૨ે. તા૰ || ૨ ||
For Personal & Private Use Only
જ્ઞાનપ્રધાન ચોવીશી “ ૨૧૩
www.jainelibrary.org