Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શુભ લેશ્માની આલિ, તે બગપંક્તિ બની રે. તે શ્રેણી સરોવર હંસ, વસે શુચિ ગુણ મુનિ 3. વ ચઉગતિ મારગ બંધ, ભાવિક નિજ ઘર રહ્યા રે. ભા ચેતન સમતા રંગ, રંગમેં ઉમહ્યા રે. ૨॥ ૩ ॥ સમ્યગ્દૃષ્ટિ મોર, તિહાં હરખે ઘણું રે તિ દેખી અદ્ભુત રૂપ, પરમ જિનવર તણું રે. ૫૦ પ્રભુગુણનો ઉપદેશ, જલધારા વહી છે. તે ધર્મરુચિ ચિત્તભૂમિ, માંહે નિશ્ચલ રહી રે. માં || ૪ || ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણો રે. ક અનુભવરસ આસ્વાદ, સકલ દુઃખ વારણો રે. સ અશુભાચાર નિવારણ, તૃણ અંકુરતા રે. પૃ. વિરતિ તણા પરિણામ, તે બીજની પૂરતા રે. તે ॥ ૫ ॥ પંચમહાવ્રત ધાન્ય, તણાં કર્ષણ વધ્યા છે. ત સાધ્યભાવ નિજ થાપી, સાધનતાયેં સધ્યાં રે. સા ક્ષાયિક રિસન જ્ઞાન, ચરણ ગુણ ઉપના રે. ચ આદિક ગુણ બહુ સસ્ય, આતમઘરે નીપના રે. આ૰ || ૬ || પ્રભુ રિસણ મહામેહ, તણે પ્રવેશમેં રે. ત પરમાનંદ સુભિક્ષ‚ થયો મુઝ દેશમેં રે. થ દેવચંદ્ર જિનચંદ્ર, તણો અનુભવ કરો રે. ત∞
આદિ અનંતો કાલ, આતમ સુખ અનુસરો રે. આ| || ૭ ||
કવિ ગહન દાર્શનિક ચર્ચામાંથી અચાનક આપણને કવિતારૂપી ભાવનારૂપી વર્ષાની લહેરીમાં લઈ જાય છે. દેવચંદ્રજીનું દાર્શનિક ચર્ચાવિચારણાને કા૨ણે અસ્ફુટ રહેલું કવિત્વ પરમાત્માની સેવાના ઉત્કટ આશયના વર્ણનમાં સંપૂર્ણપણે ખીલી ઊઠ્યું છે. ભવ્ય જીવોના હૃદયમાં પરમાત્માની સેવા રૂપી મેઘ-ઘટા ચઢી આવે છે, ત્યારે મિથ્યાત્વ-અવિદ્યા આદિ દુષ્કાળના ભય ચાલ્યા જાય છે. નિર્મળ જીવનવ્યવહાર વધે છે અને તેની વચ્ચે શુદ્ધ આત્મસ્વભાવના ઝબકારા થાય છે. કવિએ આત્મસ્વભાવને વીજળીના ઝબકારા સાથે સરખાવી સૂચવ્યું છે કે, સાધનાની પ્રાથમિક ભૂમિકાએ તો શુદ્ધ આત્માનો પ્રકાશ તો વીજળીના ઝબકારાની જેમ જ પળભર આવી ચાલ્યો જાય છે. ભાવનારૂપી પવન વહે છે અને મન-વચન-કાયાની એકતારૂપ ઇંદ્રધનુષ શોભી રહ્યું છે અને પરમાત્માની સ્તવનારૂપી ધ્વનિ આવી રહ્યો છે. જેમ વરસાદથી તૃષ્ણા-તાપ દૂર થઈ જાય છે, તેમ આ ૫૨માત્મભક્તિના ચિત્ત-આશયરૂપી વર્ષાથી આંતરિક તાપ શમી જાય છે. મનગગનમાં શુભલેશ્યારૂપી બગલાની પંક્તિઓ સર્જાય છે, તેમ જ મુનિઓ ઉપશમ અથવા ક્ષપક શ્રેણીરૂપ સરોવ૨માં હંસની જેમ વાસ કરે છે. વર્ષાઋતુમાં જેમ મોર નૃત્ય કરે છે, એમ પ૨માત્માની સેવાનો અવસર જોઈ સમ્યગ્દૃષ્ટિ મોરો
૨૧૪ * ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org