Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નૃત્ય કરે છે, ચાતક સમાન શ્રમણોનો સમૂહ અનુભવરસ વડે પારણું કરે છે. ભક્તિના પરિણામે વ્રતરૂપી કણસલાં વધે છે, પરિણામે દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી ઉજ્વળ પાક તૈયાર થાય છે. જિનભક્તિના આશયરૂપી વાદળના પરિણામે પરમાત્મદર્શનનો વરસાદ થયો, જેના પરિણામે આત્મદેશમાં સર્વત્ર સુકાળ પ્રવર્યો. કવિએ આ સ્તવનમાં કાવ્યતત્ત્વની મનોહર વૃષ્ટિ કરી છે.
બાવીસમાં સ્તવનમાં દેવચંદ્રજી અન્ય કવિઓની જેમ રાજુલના વિલાપના આલેખનને બદલે પરમાત્માના સંગના પ્રતાપે રાજુલે પણ કર્મક્ષય કર્યો અને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી તેનું વર્ણન કર્યું છે.
રાજુલ નારી રે તારી મતિ ધરી અવલંવ્યા અરિહંતોજી ઉત્તમ સંગે ઉત્તમતા વધે, સધ આનંદ અનંતોજી.
(૨૨, ૨). જેમ રાજુલ નેમિનાથ પરમાત્માના ધ્યાન વડે પોતાના આત્મતત્ત્વનું ધ્યાન પામ્યા, એ જ રીતે સાધકે પણ પરમાત્મધ્યાન દ્વારા આત્મતત્ત્વનું ધ્યાન પામવાનું સૂચન કવિ કરે છે. નેમિનાથ સ્તવનમાં સામાન્ય રીતે અન્ય સર્વ કવિઓ રાજુલના વિલાપનું આલેખન કરે, ત્યાં પણ તાત્ત્વિક વિષયોનું આલેખન દેવચંદ્રજીની ગાઢ અધ્યાત્મપ્રિયતા સૂચવે છે. '
ચૌદમા સ્તવનમાં જિનમૂર્તિ દર્શન નિમિત્તે હૃદયના ભક્તિભાવનો ધોધ વહ્યો હતો, એકવીસમા સ્તવનમાં પરમાત્માની ભક્તિના ઉદય સાથે રૂપકાત્મક કવિતાની મેઘવર્ષા થઈ હતી, તો ત્રેવીસમા સ્તવનમાં પુનઃ પરમાત્મમૂર્તિના દર્શન નિમિત્તે શાંતરસથી પરિપૂર્ણ ભક્તિની સરવાણી વહે છે;
સહજ ગુણ આગરો, સ્વામી સુખસાગરો,
જ્ઞાન વયરાગરો, પ્રભુ સવાયો ! શુદ્ધતા એકતા સીતા ભાવથી, મોહરિપુ જીતી જયપડહ વાયો.”
(૨૩, ૧) સહજ, સ્વાભાવિક ગુણોના ધામ, સુખસાગર, જ્ઞાન, વૈરાગ્ય વડે પરિપૂર્ણ અને પોતાની કર્મ નષ્ટ કરવા દ્વારા પ્રગટેલી શુદ્ધતા, આત્મતત્ત્વની એકાગ્રતા અને પ્રચંડ વીયલ્લાસ વડે પ્રભુએ મોહરાજાને હરાવી જગતમાં વિજયડંકો વગાડ્યો છે. આ સહજ ગુણોને લીધે પરમાત્મમૂર્તિ કેવી પ્રશાંત અને કલ્યાણકારી જણાય છે તેનું વર્ણન કરતાં કહે છે, *ઉપશમ રસભરી સર્વજન શંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી.’
(૨૩, ૬) આ પ્રસંગની ધન્યતા વર્ણવતાં કહે છે,
આજ કૃતપુણ્ય ધન્ય દિહ મારો થયો, આજ નરજન્મ સફલ મેં ભાવ્યો. દેવચંદ્ર સ્વામી ત્રેવીસમો વદિયો ભક્તિભર ચિત્ત તુજ ગુણ રમાવ્યો.”
(૨૩, ૮) ના જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org