Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રાપ્ત થાય છે. પરમાત્મદર્શનનું નિમિત્ત પામી જે આત્મસ્વરૂપ હુર્યું છે તેને વર્ણવતાં કહે છે;
મોહાદિકની ઘૂમી, અનાદિની ઊતરે, હો લાલ. અમલ, અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે, હો લાલ. તત્ત્વરમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ. તે સમતારસધામ, સ્વામી મુદ્રા વરે, હો લાલ.
(૯, ૪) પરમાત્મ-દર્શને મોહનિદ્રા દૂર થઈ અને આત્માનો શુદ્ધ સ્વભાવ જાગ્રત થયો. નિર્મળ, અખંડ અને સંસારથી લેપાયા વિનાના આત્માનો અનુભવ થયો, અને આત્માએ ક્રમશઃ પરમાત્મા જેવી જ શાંતરસના ભંડાર સમી સ્થિતિ પામવાની દિશામાં પ્રયાણ કર્યું.
એ જ રીતે ધર્મનાથ સ્તવનમાં પરમાત્માનો ધર્મ (સ્વભાવ) આત્મતત્ત્વમાં સ્થિર રહેવાનો છે તે દર્શાવી આપણો આત્મા પણ તેવો જ શુદ્ધ સ્વભાવનો ધારક છે તે જણાવ્યું છે. આત્મતત્ત્વની નિર્મળતાનું આલેખન કરતાં કહે છે;
“તહવિ સત્તાગુણે જીવ એ નિર્મલો,
અન્ય સંશ્લેષ જિમ સ્ફટિક નવિ સામલો. જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ રહી, ભાવ તાદાસ્યમાં માહરું તે નહિ?
(૧૫, ૭) જીવ રાગદ્વેષને લીધે કર્મો ધારણ કરે છતાં તેનું શુદ્ધ પરમાત્માસમ નિર્મળ સ્વરૂપ નષ્ટ થતું નથી. એ સત્તામાં તો રહે જ છે. જેમ સ્ફટિક તેની પાર્શ્વભૂને કારણે શ્યામ આદિ રંગો ધારણ કરે, પણ વાસ્તવમાં તે નિર્મળ પારદર્શક જ હોય છે. આત્મસ્વરૂપના વર્ણનને વિશદ કરતાં કહે છે;
શુદ્ધ નિપ્રયાસ નિજભાવ ભોગી યદા, આત્મક્ષેત્રે નહિ અન્ય રક્ષણ તદા. એક અસહાય નિત્સંગ નિર્ધદ્રતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યક્તતા.
(૧૫, ૯) જ્યારે આત્મા શુદ્ધ, નિર્મળ અને પ્રયાસરહિત એવા આત્મસ્વભાવનો ભોક્તા થાય છે, ત્યારે આત્મપ્રદેશ પર અન્ય કર્મ પુદ્ગલો કે રાગદ્વેષ રહી શકતા નથી. તે સર્વ નાશ પામે છે અને સહાયરહિત, કર્મસંગરહિત, રાગદ્વેષરહિત (નિર્ટન્દ્ર) પરમ આત્મશક્તિ પ્રગટે છે.
આત્મતત્ત્વનું આવું વિશદ આલેખન શ્રી દેવચંદ્રજીની અપૂર્વ આધ્યાત્મિક તન્મયતાનાં દર્શન કરાવે છે, એને લીધે આ ચોવીશી જ્ઞાનપ્રધાન ચોવીશીમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેવચંદ્રજીની આ ભવ્ય સિદ્ધિ સાથે એક મર્યાદાની પણ નોંધ લેવી રહી. આ ચોવીશીમાં સિદ્ધાંત ચર્ચા
ના જ્ઞાનપ્રધાન ચોવીશી એક ૨૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org