Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
રાત નાની થઈ છે અને આત્માની સાચી સમજણ રૂ૫ દિવસ ઉદય પામ્યો છે. આ તત્ત્વપ્રતીતિરૂપી વસંતમાં કવિ સાધકને પરમાત્માના અદ્ભુત ગુણો વડે વસંત ક્રીડા કરવા આમંત્રે છે,
પ્રભુ ગુણગાનશું છંદશું હો, વાજિંત્ર અતિશય તાન. શુદ્ધ તત્ત્વ બહુ માનતા હો, ખેલત પ્રભુનુન ધ્યાન. ગુણ બહુમાન ગુલાલશું હો, લાલ ભએ ભવિ જીવ. રાગ પ્રશસ્ત કી ઘુમ મેં હો, વિભાવ વિકારે અતિવ.
(૮, ૩-૪) પ્રભુ ગુણગાનના ઉત્સાહમાં હૃદયના હર્ષરૂપ વાજિંત્રો અતિશય તાનમાં વાગી રહ્યા છે. જે સાધકોને શુદ્ધ તત્ત્વની અનુભૂતિ થઈ છે, તેઓ પ્રભુ-ગુણધ્યાનમાં ક્રીડા કરી રહ્યા છે. આ ગુણ પ્રત્યે આદરભાવરૂપી ગુલાલ ઊછળી રહ્યો છે, તેમાં ભવ્ય જીવો લાલ થઈ રહ્યા છે. શુદ્ધ તત્ત્વ પ્રત્યેના ઉન્નતરાગ પ્રશસ્તરાગ)ના લયમાં ભવ્યજીવો પોતાની પૌગલિક સુખોની આકાંક્ષા આદિ વિકારોમાંથી મુક્ત થયા છે. કવિ આ આધ્યાત્મિક વસંતમાં જિનવાણીરૂપી અદ્ભુત રસપાનને વર્ણવતાં કહે છે, “
તત્વ પ્રતીત હાલે ભરે હો, જિનવાણી રસપાન. નિર્મલ ભક્તિ લાલી જગી હો, રીઝે એકત્વતા તાન. ભાવ વૈરાગ અબીરશું હો, ચરન રમનશું મહંત. સુમતિ ગુપતિ વનિતા રમે હો, ખેલે શુદ્ધ વસંત.
(૮, ૫-૬) ભવ્ય જીવો તત્ત્વ પ્રતીતિરૂપી પ્યાલામાં જિનેશ્વરદેવની વાણીનું પાન કરે છે. તેને પરિણામે શુદ્ધ ભક્તિરૂપ લાલી પ્રગટ થઈ છે અને સાધકને જિન જોડે નિજની એકતાનું ભાન થયું છે. તે વૈરાગ્યભાવરૂપી અબીલ વડે સમિતિ, ગુપ્તિ (અષ્ટપ્રવચન માતા તરીકે ઓળખાતા ચારિત્રના હાર્દરૂપ નિયમો) સાથે ચારિત્રમાં રમવારૂપ શુદ્ધ વસંત ક્રીડા કરે છે.
આ અપૂર્વ આધ્યાત્મિક વસંતમાં વસંતઋતુનો ઉત્સવ હોળીનો ખેલ પણ આત્માના શુદ્ધભાવની છટા ધારણ કરે છે;
ચાચર ગુન રસિયાલિયે હો, નિજ સાધક પરિણામ. કર્મપ્રકૃતિ અરતિ ગઈ હો, ઉલસિત અપ્રિત ઉદમ. થિર ઉપયોગ સાધક મુખે હો, પિચકારી કી ધાર. ઉપશમ રસ ભરી છાંટતા હો, ગઈ તતાઈ અપાર.
(૮, ૮-૯) સાધકના પરમાત્મગુણ ગાવાના ઉલ્લાસસભર પરિણામોએ જ ચોકમાં ગવાતા ચાચર (વસંતઋતુના ગીતો)નું સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રભુ પ્રત્યેની અરતિરૂપ કર્મપ્રકૃતિ નષ્ટ થઈ છે, અને સર્વત્ર અમૃત છલકાઈ રહ્યું છે. સ્થિર ઉપયોગરૂપી પિચકારી વડે ઉપશમરસ છંટાઈ રહ્યો છે, જેને લીધે સાધકની સર્વ ગરમી દૂર
૨૨૦ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org