Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તો પરમાત્માના વિરહદુઃખને વર્ણવતાં કહે છે,
સમુખ મુખ પ્રભુને મળી ન શક્યા તો શી વાત કહાય. નિજ પર વીતક વાત લહી સહુ પણ મને કિમ પ્રતિતઆય.
(૭, ૧) પરમાત્માના પ્રત્યક્ષ દર્શનનો વિરહ થયો છે. સાધકે આ પરમાત્માના દર્શન વિના સંસારસાગરમાં પરિભ્રમણ કર્યું છે તેનું વૃત્તાંત છઠ્ઠા સ્તવનમાં દર્શાવ્યું છે. આ સ્તવન પર આનંદઘનજીના આઠમાં સ્તવનનો પ્રભાવ રહ્યો છે. કવિ પોતાના પુરોગામી કવિઓનો પ્રભાવ ઝીલતો હોય છે, પરંતુ સમર્થ સર્જક એ પ્રભાવ ઝીલી એક ડગલું આગળ વધે છે. દેવચંદ્રજીએ પણ જૈન પરિભાષા અનુસાર સંસારપરિભ્રમણની અનેક સૂક્ષ્મ વિગતો વર્ણવી પોતાની પરંપરાને સમૃદ્ધ કરી છે. કવિએ પરમાત્માના સ્થિરતા ગુણને સુંદર રીતે વર્ણવ્યો છે,
અતિરૂડી રે અતિરૂડી જિનજીથી થિરતા અતિરૂડી. સકલ પ્રદેશ અનંતી, ગુણ પર્યાય શક્તિ મહંતી લાલ. તસુ રમણે અનુભવતી, પર રમણે. જે નરમતી લાલ. ૧ ઉત્પાદ વ્યય પલટૅતી, ધ્રુવ શક્તિ ત્રિપદીસંતી લાલ. ઉત્પાદે ઉતપતમંતી પૂરવ પરણિત વ્યાયંતી લાલ. ૨ નવનવ ઉપયોગે નવલી, ગુણ છતીથી તે નિત અચલીલાલ. પદ્રવ્ય જે નવિ ગમણી, ક્ષેત્રમંતરમાંહિ ન રમણી લાલ.
(૧૦, ૧-૨-૩) પરમાત્માના આ મનોહારી ગુણોનું ધ્યાન સાધકને પોતાની અંદર રહેલા તે તે ગુણોને પ્રગટાવવામાં સહાયક બને છે. તે અંગે કવિ કહે છે,
થિરતાથી થિરતા વાધ, સાધક નિજ પ્રભુતા સાધે લાલ. . પ્રભુ ગુણને રંગે રમતા, તે પાને અવિચલ થાન.
(૧૦, ૬) તો શુદ્ધતા (વિમલતા) ગુણ માટે પણ કહે છે,
Sણીપરે વિમલ જિનરાજનિ વિમલતા, ધ્યાન મંદિરે જે ધ્યાવે. ધ્યાન પૃથકત્વ સવિકલ્પતા રંગથી રે, ધ્યાન એક્ત અવિકલ્પ આવે.
પરમાત્માના ગુણો તો સાધકની સાધના સિદ્ધિ માટે ઉપકારી બને જ છે, પરંતુ સાધકના દોષો પણ પરમાત્મધ્યાનને પ્રભાવે ગુણરૂપ બની જાય છે. રાગ સામાન્ય રીતે કર્મબંધનો હેતુ છે, પરંતુ પરમાત્મા સાથેનો રાગ મોક્ષ સાધવામાં સહાયભૂત બને છે. બંધના હેતુ રાગાદિ તુજ ગુણ રશિ, તેહ સાધક અવસ્થા ઉપાય.’
(૫, ૩)
જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org