Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
થાય છે.
આમ, જિનગુણની ક્રીડા કરતાં કરતાં સાધકના નિજગુણોનો ઉદય થયો અને નિજગુણની – પોતાની આત્માનુભૂતિની વસંતક્રીડાનો પ્રારંભ થયો.
જિનગુણ ખેલમેં ખેલતેં હો પ્રગટ્યો નિર્ગુણ ખેલ. આતમઘર આતમ ૨મે હો સમતા સુમતિ કે મેલ.
‘આતમઘર આતમ ૨મે’ એ નરસિંહની બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે'; જેવી સમર્થ આધ્યાત્મિક વાણીનું સ્મરણ કરાવે છે.
કવિ ચોથા મહાજસસ્વામી સ્તવનમાં આત્મગુણોની વસંતને વર્ણવે છે,
આતમપ્રદેશ રંગ થલ અનોપમ, સમ્યગ્દર્શન રંગ રે. નિજ સુખ કે સધઈયા, તું તો નિજ ગુણ ખેલ વસંત રે. પ૨ પરિણતિ ચિંતા તજી જિનમેં, જ્ઞાન સખા કે સંગ.
(૪, ૧)
આ વસંતઋતુનું રંગસ્થળ ક્રીડા ઉદ્યાન અનુપમ-વિશિષ્ટ છે, તે બાહ્ય કોઈ ઉદ્યાન નહિ, પણ આત્મપ્રદેશરૂપી અનુપમ રંગસ્થળ છે. આત્મપ્રદેશમાં સાધકે સમ્યગ્દર્શનરૂપી રંગ વડે સ્વ-ગુણોની વસંતમાં રમવાનું છે. અન્ય પદાર્થોની ચિંતા છોડીને, જ્ઞાનસખાના સંગે આ વસંતઋતુ રમવાની છે. આ વસંતક્રીડામાં ‘જ્ઞાન’ મિત્ર છે, ત્યારે જિનગુણની વસંતમાં સાધ્યરુચિ'ને સખા તરીકે ગણાવે છે. જિનેશ્વરની ભક્તિરૂપી વસંતમાં ‘સાધ્યરુચિ’ એટલે દર્શન ગુણનો સહચાર મુખ્ય છે, ત્યારે આત્માનુભવમાં જ્ઞાનગુણ મુખ્ય છે. આ વસંતઋતુનાં દ્રવ્યો પણ વિશિષ્ટ છે;
1
વાસ બસ સુરુચિ કેસરઘન, છાંટો પરમ પ્રમોદ રે. આતમ રમણ ગુલાલ કી લાલી, સાધક શક્તિ વિનોદ રે.
(૪, ૨)
અને આ વસંતમાં હોળી પણ કર્મોને ભસ્મીભૂત કરવારૂપ શુક્લધ્યાન રૂપ પ્રકટાવવામાં આવી છે, શુક્લધ્યાન હોરી કી જ્વાલા, જાલે કર્મ કઠોર રે. શેષ પ્રકૃતિદલ ક્ષિરણ નિર્જરા, ભસ્મ ખેલ અતિજોર રે.
Jain Education International
(૪, ૪)
આમ સાધક નિગુણની વસંતમાં પોતાનો કર્મક્ષય કરી શુદ્ધ દશા પામે છે. આ નિજગુણના ખેલમાં પણ મહાજસંસ્વામી તીર્થંકર દેવના ગુણોનું અવલંબન તો અવશ્ય રહ્યું છે જ. કવિએ આ બંને કાવ્યો દ્વારા પરમાત્મગુણની વસંતક્રીડા અને તેના પરિણામે પ્રગટ થતી સ્વ-સ્વભાવરમણરૂપ ક્રીડાનું મનોહર વર્ણન કર્યું છે.
કવિએ આ બે મનોહર રૂપકોની સાથે જ આ ચોવીશીમાં કેટલાક સુંદર અલંકારો પ્રયોજ્યા છે. પરમાત્મા પ્રત્યેના પોતાના ગાઢ સ્નેહને વિવિધ ઉપમાઓ દ્વા૨ા વર્ણવતાં કહે છે;
For Personal & Private Use Only
જ્ઞાનપ્રધાન ચોવીશી * ૨૨૧
www.jainelibrary.org