Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશી
ભક્તિનો સંબંધ મુખ્યત્વે હૃદયની ઊર્મિ સાથે રહ્યો છે. ભક્તિને પરમ પ્રેમરૂપ કે અનુરક્તિ રૂપે કહેવાયેલી છે. જ્ઞાનનો સંબંધ મુખ્યત્વે વિચાર સાથે રહ્યો છે. જ્ઞાન શબ્દમાં મુખ્યત્વે જીવ, જગત અને ઈશ્વર વચ્ચેના સંબંધોની ચર્ચા-વિચારણા તેમજ બ્રહ્મતત્ત્વ વિશેના જ્ઞાનનો સમાવેશ થતો હોય છે. ચોવીશીએ ચોવીસ તીર્થકરોની ભક્તિસભર સ્તવના છે, તો તેમાં જ્ઞાનપ્રધાન એવી ચોવીશી કેવી રીતે સંભવી શકે એવો પ્રશ્ન થાય.
કેટલાક ભક્તો અને ભક્તિમાર્ગના મીમાંસકો ભક્તિમાર્ગમાં જ્ઞાનને વર્ય ગણે છે. તેઓની એ માટેની મુખ્ય દલીલ એ છે કે, જ્ઞાનને લીધે માનવીનું મન પાંડિત્યના ભાર નીચે દબાઈ જાય છે. તે શુષ્ક બની જાય છે, પરમાત્મા પ્રત્યેની વિવિધ લાગણીઓ અનુભવવા માટેની હૃદયની સુકુમારતા નષ્ટ થઈ જાય છે. કલાપી જેવા આ કવિની પંક્તિ કદાચ આ માર્ગનો મુદ્રાલેખ છે;
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની.” નારદે પણ ભક્તિસૂત્રમાં કહ્યું છે; यो वेदानपि संन्यस्यति केवलमविच्छिन्नानुरागं लभते भक्तिसूत्र ॥ ४६ ॥
भक्तिसूत्र ભક્તો હિંદુધર્મ અનુસાર જ્ઞાનના પરમ સ્રોત સમા વેદોનો પણ ત્યાગ કરે, કેવળ અવિચ્છિન્ન-અખંડ પ્રેમની ધારા ધારણ કરે.
આ અવિચ્છિન્ન પ્રેમધારા માટે દાંતરૂપે વ્રજ-ગોપી જેવા નિર્દોષ શાસ્ત્રાભ્યાસ રહિત પ્રેમ પર ભાર પણ મૂકે છે. પરંતુ આ બાબતમાં અપવાદ દર્શાવતાં કહે છે;
तत्रापि न माहात्म्यज्ञान विस्मृत्वपवाद: ॥ २२ ॥ પરમાત્માના માહાત્મજ્ઞાન વિનાના પ્રેમને તો જાર પુરુષ પ્રત્યેના પ્રેમ તરીકે, પર-પુરુષ સાથેની રતિ તરીકે ઓળખાવે છે.
આમ, બધું ભૂલવા છતાંય પરમાત્માના અપૂર્વ ગુણમાહાસ્યનું વિસ્મરણ ભક્તિમાર્ગમાં અપેક્ષિત નથી. આ જ્ઞાન જ ભક્તિમાર્ગનું પરમ સાધન છે. આ જ્ઞાનને લીધે જ ભક્તિ વધુ બળવત્તર બને છે, તેમાં ઊંડાણ ૧. ગુજરાતી ઊર્મિકાવ્યો પૃ. ૫૧ સં. જયંત પાઠક, રમણ પાઠક ૨. નારદ ભક્તિસૂત્ર
- જ્ઞાનપ્રધાન ચોવીશી -ક ૧૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org