Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
જ્ઞાનપ્રધાન ચોવીશી
ભક્તિથી જ્ઞાનની સફર... ભક્તિયોગની સાધનામાં સાધક દર્શન, વંદન શ્રવણ આદિ વિવિધ રીતે ઉપાસ્ય દેવની ભક્તિ કરે છે. આવી વિવિધ પ્રકારની ભક્તિમાં “ગુણકીર્તન' નામની ભક્તિનો પણ મોટો મહિમા રહ્યો છે. ભક્ત જગત સમક્ષ પરમાત્માના ગુણોની કીર્તિ કરે તે કીર્તન' છે.
આ ગુણોનું કીર્તન – મહિમાગાન કરતા ભક્તના હૃદયમાં પરમાત્માના આ ગુણો વિશે ઊંડી જિજ્ઞાસા જાગ્રત થાય છે. તે ગુણોના હાર્દને સમજવા પ્રયત્નશીલ બને છે. ઉપાસ્ય દેવમાં આ ગુણો કેવી રીતે પ્રગટ થયા તે સમજવાનો પ્રયત્ન કરે છે. ઉપાસ્યદેવના ગુણોની બાહ્યસ્વરૂપની ઓળખાણથી આગળ વધી આંતરિક સ્વરૂપની ઓળખાણ પ્રાપ્ત કરે છે.
જૈન સિદ્ધાંત અનુસાર પ્રત્યેક આત્મામાં સર્વકર્મોથી મુક્ત સિદ્ધ, બુદ્ધ, નિરંજન નિરાકાર બનવાની ક્ષમતા રહેલી છે. હકીકતમાં, તેનું વાસ્તવિક સ્વરૂપ નિર્મળ જ છે, પરંતુ કર્મોના આવરણે તેના શુદ્ધ સ્વરૂપને ઢાંકી દીધું છે. સાધક પુરુષાર્થ વડે શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે.
ઉપાસ્ય તીર્થકરોના ગુણકીર્તન કરતો સાધક તેના ગુણોની ગહનતા જોઈ આશ્ચર્યચકિત થાય છે. તીર્થકરોએ શુદ્ધ સ્વરૂપ સિદ્ધ કર્યું છે અને જગતના સૌ જીવોને શુદ્ધસ્વરૂપ સિદ્ધ કરવાનો માર્ગ દર્શાવી ઉપકાર કરી રહ્યા છે. ભક્ત-કવિ પરમાત્માના ગુણોનું માહાત્મ ગાતો ગાતો આવા અપૂર્વ ગુણોમાં તન્મય બની જાય છે.
જેમ કોઈ માનવના હાથમાં અમૂલ્ય રત્ન પ્રાપ્ત થાય, ત્યારે પ્રથમ તો એના દિવ્ય તેજ જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે, ત્યાર બાદ એ વિસ્મયમાંથી જ તેનું મૂલ્ય નક્કી કરવા પુરુષાર્થ કરે છે, અને જ્યારે તેનું અઢળક મૂલ્ય જાણે છે ત્યારે તો એના સ્વામિત્વની પણ ઇચ્છા કરે છે. ત્યાં જ કોઈ રત્નનો જાણકાર ઝવેરી જણાવે છે, તારી પાસે રહેલા સામાન્ય જણાતા ચિંથરામાં ઢાંકેલા પથ્થરમાં પણ આવા જ દિવ્ય, મૂલ્યવાન રત્નો છુપાયા છે, ત્યારે તે હર્ષથી ગાંડોઘેલો બની જાય છે. એ પથ્થરો પરની અશુદ્ધિ દૂર કરવાના, તેના ઘાટ ઘડવાના પુરુષાર્થનો પ્રારંભ કરી દે છે. તે જે રીતે જીવાત્મા પ્રથમ વાર પરમાત્માનાં દર્શન થતાં અપૂર્વ વિસ્મય થાય છે, અને તેના ગુણોને
મા જ્ઞાનપ્રધાન ચોવીશી - ૧૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org