Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આ સ્તવન વિશે પ્રભુદાસભાઈ કહે છે;
૧૯“કાવ્યચમત્કારની દૃષ્ટિએ વિચાર કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરાચાર્ય અને શ્રી સમન્નુભદ્રાચાર્ય કૃત સંસ્કૃત ભાષામાંની અલૌકિક સ્તુતિના નમૂનાઓનો સ્પષ્ટ ભાસ ગુજરાતી ભાષાની આ સ્તુતિમાં થતો અનુભવી શકાય છે.”
આમ, આ સ્તવન જ્ઞાનયોગી આનંદઘનજીના હૃદયમાં રહેલા અપૂર્વ ભક્તિભાવને યથાર્થપણે ઓળખાવનાર બને છે.
શ્રી અનંતનાથ સ્તવનના પ્રારંભે કવિ વ્યતિરેક અને દાંત અલંકાર દ્વારા પરમાત્મસેવારૂપ ચારિત્રપાલનની કઠિનતા દર્શાવે છે.
ધાર તલવારની સોહિલી દોહિલી ચૌદમા જિન તણી ચરણસેવા. ધાર પર નાચતા દેખ બાજીગર
સેવના ધાર પર ન રહે દેવા. તલવારની ધાર પર ચાલવા કરતાં પણ ચૌદમા જિનની સેવા કરવી દુષ્કર છે. તલવારની ધાર પર તો નટ-બાજીગરો પણ ચાલી શકે છે, પરંતુ ચારિત્રપાલન તો દેવતાઓ પણ કરી શકતા નથી. કેટલાક લોકો વિવિધ ક્રિયાઓ કરી પરમાત્માની સેવા કરે છે, પરંતુ તેનું યોગ્ય પરિણામ મેળવી શકતા નથી. તેનું કારણ હૃદયમાં રહેલી સાંસારિક એષણાઓ છે. પાંચમા આરા (કળિકાળ)ની વિષમ પરિસ્થિતિને લીધે અનેક સાધુઓ પોતાના ગચ્છ આદિના મમત્વમાં પડ્યા છે, શુદ્ધ તત્ત્વની વાત ક્યાંય સંભળાતી નથી. પોતપોતાના મતના પોષણ માટે લોકો આગમસૂત્ર વિરુદ્ધ બોલતા પણ અચકાતા નથી. આવાં વચન બોલનારાઓ પોતે તો ડૂબે છે, બીજાઓને પણ ડુબાડનાર થાય છે. તેમની સર્વ ધર્મક્રિયાઓ પણ છાર પરના લીંપણ જેવી નિરર્થક બને છે. આ સ્તવનમાં સમકાલીન પરિસ્થિતિ પ્રત્યેનો કવિનો આક્રોશ અનુભવાય છે. આનંદઘનજી સહુ સાધકોને શુદ્ધ વ્યવહાર માટે માર્ગદર્શક સિદ્ધાંત આપે છે;
પાપ નહીં ઉત્સુત્ર ભાષણ જિસ્યો, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરખો.” ધર્મનાથ સ્તવનમાં કવિએ ધર્મ શબ્દ પર શ્લેષ કરી ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. કવિએ ૧૪ સ્તવન સુધી મુખ્યરૂપે ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગને કેન્દ્રમાં રાખ્યા છે, આ સ્તવનથી સામર્થ્યયોગરૂપ ધર્મની ભૂમિકાનું વર્ણન પ્રારંભાય છે. કવિ સ્તવનના પ્રારંભે જ પરમાત્મા પ્રત્યેના નિશ્ચયાત્મક ભક્તિભાવની અભિવ્યક્તિ કરે છે.
ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડજો હો પ્રીત જિનેશ્વર.
બીજા મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત જિનેશ્વર. આ સંસારમાં સૌ મનુષ્યો ધમ ધર્મ કરતા ફરે છે, પરંતુ મનુષ્યો ધર્મનો મર્મ જાણતા નથી, પરંતુ ધર્મનાથ ભગવાનની હૃદયપૂર્વક સેવા કરનાર કર્મ બાંધતો નથી. સદ્ગુરુ પાસેથી પ્રવચનરૂપી અંજન આંજે ૧૯. શ્રી આનંદધન ચોવીશી પ્રમોદા વિવેચનાયુક્ત બીજી આવૃત્તિ – પૃ. ૨૦૧
મારા જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org