Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિશુદ્ધ પ્રીતિનો માર્ગ દર્શાવતી કૃતિ દેવચંદ્રજી કૃત વર્તમાન જિનચોવીશી
શ્રીમદ્ દેવચંદ્રજી દ્રવ્યાનુયોગ (જૈનતત્ત્વજ્ઞાન)ના વિદ્વાન અને અધ્યાત્મજ્ઞાની તરીકે પ્રસિદ્ધ છે. તેમનો જન્મ સં. ૧૭૪૬માં બિકાનેરના ઉપનગરમાં થયો હતો. પિતા તુલસીદાસ લુણિયા અને માતા ધનબાઈના ધર્મસંસ્કારનો વારસો પ્રાપ્ત થયો હતો. તેમણે દસ વર્ષની વયે ખરતરગચ્છીય વાચક રાજસાગરજીના શિષ્યપરિવારમાં દીપચંદ્રજી પાસે દીક્ષા ધારણ કરી. દીક્ષા સમયે તેમનું રાજવિમલ' એવું નામ અપાયું, પરંતુ તેમની દેવચંદ્રજી મહારાજ'ના નામથી જ વિશેષ ખ્યાતિ થઈ હતી.
તેમણે પોતાની ગુરુસેવા અને ગુરુકૃપા દ્વારા વિવિધ વિષયોમાં અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેમજ ખાસ કરીને તત્ત્વજ્ઞાનના વિષયમાં વિશેષ નિપુણતા મેળવી હતી અને અધ્યાત્મજ્ઞાનને હૃદયસ્થ કર્યું હતું. તેમણે સિંધ, મુલતાન, ગુજરાત, રાજસ્થાન, માળવા આદિ પ્રદેશોમાં વિહાર કરી અનેક જીવોને ધર્માભિમુખ કર્યા હતા.
તેઓ દીક્ષાની દૃષ્ટિએ ખરતરગચ્છીય હતા, પરંતુ અધ્યાત્મની ગહનતામાં પહોંચ્યા હોવાથી વિશાળ દૃષ્ટિ ધરાવતા હતા. તેઓ ઉપાધ્યાય યશોવિજયજી પ્રત્યે ઉત્કટ આદર ધરાવતા હતા. તેમની પાસે જિનવિજ્યજી, ઉત્તમવિજયજી, વિવેકવિજયજી આદિ તપાગચ્છીય સાધુઓએ અભ્યાસ કર્યો હતો.
તેમણે ચોવીશી ઉપરાંત સ્નાત્રપૂજા, ધ્યાનદીપિકા, દ્રવ્યપ્રકાશ, આગમસાર, વિચા૨૨ત્નસાર, જ્ઞાનમંજરી ટીકા, નયચક્રસાર, અતીત જિનચોવીશી, વિહરમાન જિન વીસી આદિ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાઓમાં કૃતિઓ રચી છે. તેમણે પોતાની રચેલી ચોવીશી પર બાલાવબોધ રચ્યો હોવાથી ચોવીશીના રહસ્યને પામવામાં સરળતા રહે છે. સં. ૧૮૧૨માં ૬૬ વર્ષની વયે અમદાવાદમાં તેમનો કાળધર્મ થયો હતો.
શ્રીમદ્ દેવચંદ્રજીની ચોવીસીએ આનંદઘનજીની ચોવીશીથી પ્રારંભાયેલી જ્ઞાનપ્રધાન ચોવીશી . પરંપરાની એક અત્યંત મહત્ત્વની કૃતિ છે. જિનવિજ્યજી, ઉત્તમવિજયજી આદિ જ્ઞાનપ્રધાન ચોવીશી સર્જકોના તેઓ વિદ્યાગુરુ હતા. પદ્મવિજ્યજી અને રત્નવિજ્યજી એ ઉત્તમવિજયજીના શિષ્ય હતા. એ અર્થમાં દેવચંદ્રજી ૨૧. ભક્તિરસઝરણાં ભાગ-૨ સેં. અભયસાગરજી પૃ. ૯૭થી ૧૨૯,
૨૨. શ્રીમદ્ દેવચંદ્ર ભાગ-૨ સં. બુદ્ધિસાગરસૂરિ પ્રકા. અદ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, મુંબઈ પૃ. ૨૧૭થી ૪૩૮
જ્ઞાનપ્રધાન ચોવીશી * ૨૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org