Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
છે તે જ્ઞાનસારજીએ પણ બે સ્તવનો રચ્યાં છે. તેમાંનું પાર્શ્વનાથ સ્તવન પાસજિન તાહરા રૂપનું મુઝ પ્રતિભાસ કિમ હોય રે.) આત્મા અને પરમાત્મા વચ્ચેનું નિશ્ચયનયનું એકત્વ અને વ્યવહારનયની ભિન્નતા તેમજ તેનાં કારણો વર્ણવે છે. ત્યારે મહાવીરસ્વામી સ્તવન (ચરમ જિણેસર વિગત સરૂપનું રે ભાવૂ કેમ સરૂપ)માં નિરાકાર એવા પરમાત્માનું કેવી રીતે ધ્યાન કરવું એની ચર્ચા કરવામાં આવી છે.
આનંદઘનજીના નામે અત્યંત પ્રસિદ્ધ અને દેવચંદ્રજી કૃત એવા ધ્રુવપદ રામી હો સ્વામી” (પાર્શ્વનાથ સ્તવન)માં પરમાત્માની સર્વવ્યાપકતા સંબંધે ચર્ચા કરવામાં આવી છે, અને અંતે પાર્શ્વનાથ ભગવાનરૂપી પારસ-રસને એવા દિવ્યરસ તરીકે ઓળખાવેલ છે કે, જે ભક્તને સુવર્ણ નહિ પણ પારસ પોતા સમાન) જ બનાવી દે છે. “શ્રી વીર જિનેશ્વર ચરણે લાગું, વિરપણું તે માગું રે (મહાવીરસ્વામી સ્તવન)માં પરમાત્મપ્રાપ્તિને લીધે પોતાના અપૂર્વ આત્મવિશ્વાસને વર્ણવે છે અને અંતે સર્વ સાધનો છોડીને શુદ્ધ ભાવમાં સ્થિર થવા દ્વારા પરમાત્મતત્ત્વ જાગ્રત કરવાના ઉપદેશ સાથે સમાપન કરે છે.
આ ઉપરાંત એવાં બે સ્તવનો પણ ઉપલબ્ધ થાય છે જેના કર્તા નિશ્ચિત કરી શકાતા નથી. પ્રણમુ પદપંકજ પાર્શ્વના' પાર્શ્વનાથ સ્તવન) પાર્શ્વનાથ ભગવાનના અનુપમ ચરણોનો મહિમા કરી તેમનાં મૈત્રી, કારુણ્ય, માધ્યચ્ય આદિ ગુણયુક્ત સ્વરૂપને વર્ણવે છે. વીર જિનેશ્વર પરમેશ્વર જયો' (મહાવીરસ્વામી સ્તવન)માં પરમાત્મસ્વરૂપને પામવા માટે ઇન્દ્રિયો, વચન, નય, નિક્ષેપ, શાસ્ત્રો આદિની મર્યાદા દર્શાવી અનુભવ મિત્રને પરમાત્મ પ્રાપ્તિના મુખ્ય ઉપાય રૂપે દર્શાવે છે.
કોઈ કવિની અપૂર્ણ કૃતિને પૂર્ણ કરવા વિભિન્ન સમર્થ કવિઓ પ્રયત્ન કરે અને છતાં કૃતિને પૂર્ણરૂપ આપવામાં નિષ્ફળ નીવડે એ જ મૂળ કૃતિની મહત્તા સૂચવી જાય છે.
જ્ઞાનપ્રધાન ચોવીશીના બીજ ઉપલબ્ધ રચનાઓમાં સર્વપ્રથમ પાર્જચંદ્રસૂરિની રચનાનાં કેટલાંક સ્તવનોમાં જોઈ શકાય, પરંતુ તેનું પૂર્ણ વિકસિત મનોહારી સ્વરૂપ તો આનંદઘનજીમાં જોઈ શકાય છે. આનંદઘનજીનો પ્રભાવ ઉત્તરવર્તી અનેક કવિઓ પર રહ્યો છે. એમ કહી શકાય કે આનંદઘનથી જ જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશીનો પ્રારંભ થયો અને વિજયલક્ષ્મી સૂરિ, પદ્મવિજયજી, જ્ઞાનસારજી, દેવચંદ્રજી, જિનવિજયજી, ઉત્તમવિજયજી આદિ કવિઓએ ઓછેવત્તે અંશે આનંદઘનજીનું અનુસરણ કરી તેમને આદર્શરૂપે સ્થાપ્યા છે.
૨૦. આ ચાર સર્જકોના બે સ્તવનો માટે જુઓ – પૃ. ૨૮૫થી ર૯૭. આનંદઘન એક અધ્યયન – ડૉ. કુમારપાળ દેસાઈ ૨૦૮ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org