Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સાધકનો પરમાત્મદર્શનથી પ્રગટેલો આત્મવિશ્વાસનો રણકો આ કડીમાં સંભળાય છે. પરમાત્માનાં દર્શન થતાં સર્વ દુઃખ-દારિય દૂર થઈ ગયા અને શમ, દમ, ધર્મ રુચિ અને પ્રબળ-પ્રીતિરૂપી સુખસંપદાની પ્રાપ્તિ થઈ. આજે વિમલનાથ ભગવાનનાં દર્શન થયાં. તેમના જેવા સમર્થ સ્વામી માથે હોય તો આ દુનિયાનો કયો માનવ ભક્તને હરાવી શકે?
પરમાત્માના વિમળ' નામ પર શ્લેષ-અલંકાર રચતાં કહે છે; પરમાત્માના ચરણકમળમાં લક્ષ્મી વસી છે, કારણ કે ચરણકમળ નિર્મળ અને સ્થિર છે. જગતનાં બીજાં સર્વ કમળોને મલિન અને અસ્થિર જોઈ તે સર્વ કમળોને લક્ષ્મીજીએ તુચ્છ ગણી છોડી દીધાં છે.
ચરણકમળ કમળા વસે રે, નિરમલ થિરપદ દેખ સમલ અથિર પદ પરહરી રે, પંકજ પામર પેખ.
(૧૩, ૩) આ પંક્તિમાં કમળા – લક્ષ્મીનો વ્યવહારિક અર્થ લક્ષ્મી લેતાં પરમાત્માના ચરણકમળમાં સુવર્ણના નવકમળરૂપે લક્ષ્મી વસે છે, તેનો અર્થ પણ બંધ બેસે છે, અને પારમાર્થિક દૃષ્ટિએ વિચારતાં લક્ષ્મી એટલે કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પરમાત્માના નિર્મળ ચારિત્ર પર મુગ્ધ થઈ પરમાત્માની સેવામાં સ્થિર-વાસ કરી રહી છે.
આ કાવ્યપંક્તિના મનોહર કાવ્યત્વ વિશે શ્રી પ્રભુદાસ પારેખ કહે છે; “આ કડીમાં શ્રી આનંદઘનજી મહારાજે મહાન કવિને છાજે તેવી કલ્પના કરીને કાવ્યચમત્કારથી ભરપૂર ઉત્તમ પ્રકારની કવિતાનો ગુજરાતી ભાષામાં સુંદર નમૂનો આપ્યો છે.” - કમલ; કમલા પામર પંકજ નિર્મળ-સમળ સ્થિર પદ – અસ્થિર પદ વગેરે શબ્દોની પસંદગી પણ બહુ જ રસ ઉમેરે છે; શબ્દથી અને અર્થથી એમ બંને રીતે સુંદર કાવ્યનો એક નમૂનો છે, ઉપમા, ઉàક્ષા, રૂપક વગેરે ઘણા અલંકારોનો અહીં સુમેળ સધાયો છે.” - જેમ લક્ષ્મી સ્થિર રીતે પરમાત્માના ચરણકમળોમાં વસી છે, એ જ રીતે ભક્તનું હૃદય પણ પરમાત્માના ચરણકમળમાં વસ્યું છે, આથી જગતના અન્ય ઐશ્વર્યવંત બાબતો મેરુપર્વત, ઇંદ્ર, ચંદ્ર કે નાગેન્દ્રને પણ સાધક રંક ગણે છે. ત્યાર પછી આવતી ભક્તહૃદયની પરમ શરણાગતિની અભિવ્યક્તિ કરતી પંક્તિઓ હૃદયના ઉત્કટ ભાવને આલેખે છે.
“સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર. મન વિશરામી વાલહો રે, આતમચો આધાર.”
(૧૩, ૪) કવિ પરમાત્માને મનના વિશ્રામ અને આત્માના આધાર તરીકે ઓળખાવે છે, આ કડીનું શબ્દરચનાનું માધુર્ય જ આપણને પુલકિત કરી દે એવું છે.
પરમાત્માના દર્શન થયા બાદ મનમાં અશ્રદ્ધા, અવિશ્વાસ આદિ અનેક સંશયો રહ્યા હોય તો તે ટકતા ૧૬. શ્રી આનંદઘન ચોવીશી – પ્રમોદા વિવેચનાયુક્ત બીજી આવૃત્તિ પ્રકાશક – શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા પૃ. ૧૯૬.
- જ્ઞાનપ્રધાન ચોવીશી ૯ ૧૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org