Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આવા વિવિધ પ્રકારે ધ્યાન કરતો સાધક પ્રથમ વ્યવહારનયની ભૂમિકાએ લઘુતાની અનુભૂતિ કરે છે. ક્યાં ગુણસમુદ્ર સમાન પરમાત્મા અને ક્યાં તુચ્છ ખાબોચિયા સમાન હું?
આ અનુભૂતિ બાદ શાસ્ત્રોના અવગાહન, ચિંતન, મનન તેમજ પરમાત્મધ્યાન આદિને કારણે સાધકને અનુભવાય છે કે, મારામાં પણ પરમાત્મા જેવું જ આત્મતત્ત્વ વિલસી રહ્યું છે. આ સમાન આત્મતત્ત્વની અનુભૂતિ તે જ સમત્વ-સમતા. અથવા જ્ઞાન-ધ્યાનના વિમર્શને કારણે સાધકના રાગ-દ્વેષ મંદ થતા જગતના સૌ પદાર્થો પ્રત્યે સમત્વની અનુભૂતિ થાય, મનમાંથી કષાયો ક્ષીણ થાય એ “સમતા”
અંતે જેમ ઇયળ ભમરીનું સ્વરૂપ ધારણ કરે છે, તેમ સાધક ધ્યાનના પ્રભાવે પરમાત્મા સાથે એકત્વની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. આવી સ્થિતિનું વર્ણન કરતા આનંદઘનજી કહે છે;
તુજ મુઝ અંતર અંતર ભાંજશે રે, વાજો મંગલ તુર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર.
(આનંદઘન સ્વ.ચો. ૬, ૬) ટૂંકમાં જ્ઞાનપ્રધાન સ્તવનચોવીશીનાં લક્ષણો આ પ્રમાણે નિશ્ચિત કરી શકીએ. (૧) આ સ્તવનચોવીશીમાં જ્ઞાનયુક્ત ભક્તિ હોય છે. (૨) આમાં ભક્તિના બીજા પ્રકારો કરતાં ગુણમાહાત્ય વિશેષ જોવા મળે છે. (૩) આમાં પરમાત્માના ગુણોનું મહિમાગાન હોય છે, પરંતુ આ મહિનામાં ગુણોના દાર્શનિક સ્વરૂપ
સમજાવવાનો હેતુ મુખ્યપણે રહ્યો હોય છે. આ કારણોસર સ્તવનમાં જૈનદર્શનના તાત્ત્વિક વિષયો-જ્ઞાનનું સ્વરૂપ, નય, નિક્ષેપ, સ્યાદ્વાર દર્શન, સમ્યકત્વ પ્રાપ્તિનો માર્ગ, આત્મસ્વરૂપનું વર્ણન વગેરે વિષયોનું આ સ્તવનમાં આલેખન થતું હોય છે. આ સ્તવનોમાં ઘણી વાર જૈનદર્શનની સ્યાદ્વાદ શૈલીની રીતે
તીર્થંકર ગુણોનું વર્ણન કરવામાં આવે છે. (૪) આ સ્તવનોમાં જૈનદર્શનમાં વર્ણવેલા પ્રીતિ, ભક્તિ અનુષ્ઠાનથી આગળ વધી વચનાનુષ્ઠાન – તીર્થકરોનાં
વચન પ્રમાણેના ધમનુચરણ અને અસંગાનુષ્ઠાન – સહજપણે થતા ધમનુચરણ પ્રતિ ગતિ જોવા મળે છે. (૫) આ ચોવીશીને એકબાજુ જૈન તત્ત્વદર્શનની પરંપરા સાથે ગાઢ સંબંધ છે, તો બીજી બાજુ નિર્ગુણ ભક્તિ
પરંપરા સાથે પણ સંબંધ છે. કબીર, નાનક આદિથી પ્રેરિત થયેલી સંત પરંપરામાં ‘આત્મતત્ત્વના દર્શન પર વિશેષ ભાર મુકાતો હોય છે. આ સાથે જ આ પરંપરામાં પરમ તત્ત્વની શોધ મુખ્ય બનતી હોય છે, એને લીધે કેટલીક વાર રહસ્યવાદી છાંટ પણ પ્રગટતી હોય છે. આનંદઘનજીના આવા વ્રજ-હિન્દી મિશ્રિત ભાષાનાં પદો તો પ્રસિદ્ધ છે જ, ચોવીશીમાં પણ પરમ-તત્ત્વની શોધનો સૂર અનુભવાય છે. તેમજ પરમ તત્ત્વની અનુભૂતિ પામવા માટે ધ્યાન-આદિ પ્રક્રિયાનું આલેખન પણ જોવા મળે છે.
૧૦ ઃ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org