Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભક્તવત્સલ પ્રતિપાલ દયાલ દયા કરી હો. પરમ પાવન તુઝ નામ તારક, જગમાં "તરી હો.
(૧૫, ૩) તો પરમાત્મમૂર્તિની અનન્યતા વર્ણવતાં કહે છે,
સૌમ્ય સુરતિ જિન તાહરી, દેખી પ્રીતિ ઘનેરી રે લો. શાંતિ સુધારસ સાધતી, નહી તુમિ અનેરી રે લો.
(૨૦, ૩) આમ, કવિએ અનેક સ્થળે પોતાના ભક્તિભાવની મનોહર અભિવ્યક્તિ કરી છે.
પરમાત્માના ગુણો કવિચિત્તમાં અપૂર્વપણે વસ્યા છે અને જે સાધકના મનમાં આ ગુણો વસશે તેને પણ મોક્ષસુખ સહેલાઈથી પ્રાપ્ત થશે એમ વર્ણવતાં કહે છે,
જે જિન ગુણ રાચે મન સાર્ચે મહારાજ જો, તે જનને શિવ સંપત્તિ પ્રાપતિ સોહિલી રે લો.
(૨૪, ૪). પરમાત્મા આવા ગુણવંત છે, માટે જ સાધક પોતાને તારવાની ભાવભરી વિનંતી કરે છે,
અરજ કરી અઘ ઘન પટ ચલવા, વાયુસમ) સુખનો સાથીજી નિચે નથી રે જે જન જાણયે, હૃદયભિતર નિજ નાથોજી
(૮, ૬) પોતાના આત્મા પર જામેલા વિષયવિકાર રૂપી વાદળના આવરણને દૂર કરવા ભક્ત વિનંતી કરે છે. કવિ કહે છે, વાદળ પાછળ સૂર્ય રહેલો છે અને વાયુ દ્વારા વાદળ દૂર થતાં જ સૂર્ય પ્રકાશે. એમ નિશ્ચયનયથી આત્મામાં રહેલી જ્ઞાનાદિક ગુણસંપત્તિને કારણે આત્મા પરમાત્મા જ છે. પરંતુ તેની અનુભૂતિ પરમાત્માના ધ્યાનરૂપી વાયુથી કર્મરૂપી વાદળ થયા પછી હૃદયની અંદર રહેલા પરમાત્માનો પ્રકાશ પ્રગટ થાય, ત્યારે જ થાય.
આમ, કવિનો ઊછળતો ભક્તિભાવ સ્તવનોમાં સુંદર રીતે પ્રગટ થાય છે.
આ ચોવીશી મુખ્યત્વે ભક્તિપ્રધાન છે, પરંતુ તેના ચાર સ્તવનોમાં તીર્થકરોના ચરિત્ર સંક્ષેપમાં રસમય રીતે ગૂંથ્યા છે, તે ઉપરાંત જ્ઞાનપ્રધાન શૈલીની રીતે કેટલાક શાસ્ત્રીય વિષયો પણ ગૂંથ્યા છે, તે તેની વિશિષ્ટતા ગણી શકાય.
આ ઉપરાંત આ ચોવીશીના સ્તવનો નિશ્ચિત ક્રમમાં રચાયા નથી, તેની નોંધ કવિએ સ્તવન અંતે આપેલ સ્થળ, માસ, વર્ષ આદિના ઉલ્લેખથી જણાય છે. ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ સ્તવનની સં. ૧૮૦૬માં, ૧૫. હોડી
- ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org