Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભગવાન પણ દીવા જેવા જ વીતરાગ છે, એ તો સેવા કરનારા ભક્ત અને સેવા ન કરનારા કે વિરોધ કરનારા સહુને સમાન જ ગણે છે, તો પછી સેવાનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય?
જિમ હું ચાહું તુહનઈ પ્રભુ રે, તિમ તું નવિ ચાહઈ મુઝ રે વાલ્વેસર તું સહુનઈ સરિખા ગણઈ હો લાલ; અંતરગત તુહ વાતડી રે, કિમ કરી જાંણઈ અબુઝ રે ? જે કંચન કાંકર સમ ગિઈ હો લાલ.
(૧૦, ૩) ભક્તના હૃદયનો આ ધારદાર પ્રશ્ન છે કે, હું તમારે માટે પ્રાણ પાથરું છું, પરંતુ તમારા હૃદયમાં મારે માટે તેનું સ્થાન છે ખરું ? તમારા અંતરગતની વાત હું સામાન્ય માણસ કેમ કરીને જાણું? તમે તો સુવર્ણ (ભક્તજન) અને કાંકરા વિરોધી) સહુને સમાન ગણો છો. પરંતુ કવિ હૃદયમાં વિશ્વાસ છે કે, આવા ઉત્તમ પરમાત્માનો સંગાથ નિષ્ફળ જવાનો નથી. પોતે પરમાત્માની દીર્ઘકાળ સુધી સેવા કરી છે, તે અવશ્ય ફળદાયી જ બનશે. આ વિશ્વાસે જ પરમાત્માને મધુર-ઉપાલંભ આપતાં કહે છે,
ઉત્તમ નર હુંઈ જેહ તે સેવાલ દિઈ, હો લાલ ! તે સેવાલ દિઈ ખાલી ખિજમતી ખોય કઈ અપજશ નવિ લાઈ
(૧૪, ૩) સેવા કરનારની માત્ર વાંચના સાંભળી સેવાફળ દીધા વિના અપયશ લેવાનું તમને શોભતું નથી. તો પોતાના મનમંદિરમાં પરમાત્માને વસાવ્યા છે અને છતાં તે પરમાત્મા સર્વજ્ઞ હોવા છતાં, ભક્તના મનની વાત જ જાણતા નથી. એમ કહી પરમાત્માની મીઠી-મજાક પણ કરી લે છે.
અમહ મનમંદિરમાં હઈ વસતાં, સું મન વાત ન જાણો ! કૃપા કરી નઈં દરિસણ દઈ, અતિઘણો હઠ નવિ તાણો !
(૧૫, ૨) ભક્તના મનમાં તો દિન-રાત એક જ વાત ઘૂંટાય છે કે હે ભગવાન, કૃપા કરીને દર્શન દો, મારી વધુ આકરી પરીક્ષા ન લો. તેમના માત્ર દર્શનથી તૃપ્તિ થતી નથી. સાધક ઇચ્છે છે કે પરમાત્મા સદા સ્થિર ભાવથી હૃદયમાં વાસ કરે કે જેથી કરી સાધક સર્વ સંપત્તિ પામે. વીતરાગ એવા પરમાત્માનું ધ્યાન સર્વ-સંપત્તિનું દેનારું છે.
જોતાં તૃપતિ ન પામી હૈં, આણંદ અતિ ઘણ પરગટ હોય નિત વૃત્તિ મુઝ ઘટમાં વસો, નિરમલરૂપી સાહિબ સોય.
(૨૧, ૪) આવા સુગુણ-નિર્મળ પરમાત્મા હૃદયમંદિરમાં વસે તો સાધકને માટે અપૂર્વ-અવસર થાય. આનંદમંગળ પ્રગટે. એટલે જ કવિ કહે છે,
મન વચ કાયા થિર કરી, ધરતાં અવિહડ જે જિન ધ્યાન કનકવિજય સુખ સંપદા પામીઈ, પરમ પ્રમોદ નિદાન
(૨૧, ૫) - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૪ ૧૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org