Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવિએ નેમિનાથ સ્તવનમાં રાજુલની અનેક સખીઓ વચ્ચેના વાર્તાલાપ દ્વારા રાજુલની વિરહવ્યથાની અભિવ્યક્તિ કરી છે. બીજી સખીના સંવાદમાં નેમિનાથના ન પરણવાના કારણમાં લોકબોલી અને કહેવત દ્વારા ધારદાર રજૂઆત કરી છે.
મન માન્યા વિણ વાહ પરણવા આયો માન્યો માન્યો’ કહી જોઈ ન જુડઈ પ્રીતિ, બાંધ્યો કલબીએ ગામ વસઈ નહીં
(૨૨, ૫) નેમિનાથનું મન પરણવા માટે માનતું નહોતું, પરંતુ લગ્ન માટે સહમત છે એવી ખોટી જાહેરાત કરી હતી. પરંતુ એવા દબાણથી પ્રીતિ જોડાતી નથી જેમ પરાણે વસાવેલા કણબી ખેડૂતોથી ગામ વસી શકતું નથી, એ જ રીતે આવા દબાણવાળો સંબંધ યોગ્ય રીતે સ્નેહમય રૂપ ધારણ કરી શકતો નથી.
કવિએ આ સ્તવનને અંતે સામાન્ય રીતે વર્ણવતાં નેમ-રાજુલના દીક્ષારૂપ મિલનને સ્થળે કેવળ રાજુલ નેમિનાથને મનાવવા ગિરનાર ગઈ એટલો જ ઉલ્લેખ કર્યો છે તે પણ વિલક્ષણ છે. | અંતિમ સ્તવન મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ અને ગૌતમસ્વામીના વિલાપનો સંદર્ભ ગૂંથી રહ્યું છે. આ સ્તવનમાં પણ પરમાત્માના વિરહનું દુઃખ ગૌતમસ્વામીના પાત્ર-માધ્યમે સુંદર રીતે અભિવ્યક્ત થયું છે.
ગૌતમસ્વામી, મહાવીરસ્વામીને સંબોધીને કહે છે કે મને વિશ્વાસમાં રાખી સ્નેહ કેમ તોડ્યો? વિશ્વાસઘાત કેમ કર્યો ? હું શું તમારે કેડે લાગી કેવળજ્ઞાનમાં ભાગ માગતો હતો ? તમે આમ બહાનું બતાવી મોક્ષે ચાલ્યા ગયા, તો શું મોક્ષમાં મારે માટે જગા નહોતી ? આવા પ્રસિદ્ધ વિરહવચનોની સાથે જ કવિપ્રતિભાના દ્યોતક મધુર ઉપાલંભ આપતાં કહે છે.
મોહ તોડી મુકી જાય રે, પહિલાં જો જાણત એહ તો તુમ્હ સાથઈ એવડો રે, શ્યાનશું કરત સનેહ
(૨૪, જી તમે મોહ તોડીને આમ જ મૂકીને ચાલ્યા જવાના છો, એ હું જાણત તો હું તમારી સાથે આટલો સ્નેહ જ કેમ કરત?
વળી, મહાવીરસ્વામીએ દેશનામાં અનેક સ્થળે ગોયમ’ ‘ગોયમને ઉદ્દેશી દેશના આપી છે, એ દ્વારા પરમાત્માએ પણ જાણે ગૌતમસ્વામી પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ કરી છે એવું ગૌતમસ્વામી અનુભવે છે. એ સંદર્ભને ધ્યાનમાં લઈ કવિ કહે છે,
ગોયમાં ગોયમાં ઈમ કહી રે, બોલાવતા કેઈ વાર ઈણ વેલાઈ તે કિહાં ગયો રે, તખ્ત મન કેરો પ્યાર
(૨૪, ૫) આવા અનેક ઉપાલંભોને અંતે ગૌતમસ્વામીએ મોહ રાજાને જીતી કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી એવા આલેખન સાથે ચોવીશી સમાપ્ત થાય છે.
આ ચોવીશીમાં જે વિવિધ લોકગીતોની દેશીઓનો ઉપયોગ કર્યો છે, તે પણ નોંધપાત્ર છે. ઈડર આંબા આંબલી રે, ઈડર દાડિમ દ્રાખ', “કોયલો પરવત ધંધલો રે', થારા મહેલા ઉપરિમેહ ઝરોખઈ વિજલી ૧૭૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org