Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હો લાલ’ ‘આજ હજારી ઢોલો પાહુણો' જેવી દેશીઓનો વ્યાપક ઉપયોગ એ પણ આ ચોવીશીની વિશિષ્ટતા ગણવી રહી.
કવિએ પોતાના હૃદયનો પ્રબળ ભક્તિભાવ સમગ્ર ચોવીશીમાં ખૂબ સુંદર રીતે પ્રગટ કર્યો છે. પોતાના હૃદયમાં પ્રગટેલી વિરહ-વ્યથાનું આલેખન મીરાં, યશોવિજયજી કે આનંદવર્ધનજી જેવા સમર્થ કવિઓની યાદ અપાવે એવું થયું છે. ઉપમા, રૂપક જેવા સહજ અર્થાલંકારો અને માધુર્યસભર યમક, પ્રાસ આદિ શબ્દાલંકારો અને માધુર્ય તેમજ પ્રસાદ ગુણથી ઓપતી પદાવલી આ ચોવીશીમાં ઉચ્ચ કાવ્યતત્ત્વનો અનુભવ કરાવે છે.
રચનાની ભાષા વિશે વિચાર કરતાં ભેડિ પૂંછિ ભાડવ નદી કુણ ગ્રહી ઉતર્યો પા૨ (૬, ૪) કરારી (૩, ૩) મીનતિ (૧૧, ૫) બાંધ્યો કલંબીએ ગામ વસઈ નહિ (૨૨, ૫) જેવા શબ્દપ્રયોગો અને કહેવતોનો ઉપયોગ પણ નોંધપાત્ર છે. આવી બોલચાલની ભાષાના ઉપયોગને કા૨ણે આ કૃતિનું મધ્યકાલીન ભાષાના અભ્યાસની દૃષ્ટિએ પણ મહત્ત્વ છે.
Jain Education International
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૭૫
For Personal & Private Use Only
www.jainelibrary.org