Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નિરમલ બ્રહ્મ થકી જે પ્રગટી, પરમહંસ જસ વાહ સકલ વિબુધ જનમનમાં માની, છાની નહી જે જગમાંહિ
(૧૩, ૨) નિર્મળ પરમાત્માના મુખ રૂપી “બ્રહ્મમાંથી પ્રગટેલી – હોવાથી જિનવાણી પણ સરસ્વતી દેવીની જેમ જ બ્રહ્માપુત્રી છે. આ વાણી પરમહંસ – આત્મતત્ત્વને વાહન બનાવનારી હંસગામિની સરસ્વતી સમી છે, અને સરસ્વતીની જેમ સર્વ બુદ્ધિશાળીઓમાં પ્રિય અને જગતમાં યશસ્વી છે. જિનવાણી અને સરસ્વતીદેવીની એકતા સૂચવતું રૂપક સુંદર અને કવિપ્રતિભાનાં મનોહર ઉન્મેષ દર્શાવનારું છે. વળી કવિ પરમાત્માની વાણીને બીજી પણ સુંદર ઉપમાઓ દ્વારા ઓળખાવે છે,
ઘનગંભીર ધીર ધુનિ જેહની, કલિ કલ્મખ દવ નીર ભવ ભય તાપ સંતાપ નિવારણ, શીતલ જેહ પટીર રંગઈ.
(૧૩, ૪).
મેઘ જેવા ગંભીર ધ્વનિવાળી તેમ જ કલિકાળના દાવાનળને શાંત કરવા શીતળ જળ સમી અને ભવભયના તાપ-સંતાપનું નિવારણ કરવા ચંદન સમી પરમાત્માની વાણી છે.
આવું અદ્ભુત કલ્યાણકારી, ભક્તને તારનારું, સહુ સુખ આપનારું રૂપ જોઈ ભક્તના હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રબળ આકર્ષણ ન જાગે તો જ નવાઈ. વળી આ દર્શન ઘણા પુણ્યના યોગે પ્રાપ્ત થયું છે, આ દુર્લભ પરમાત્માનો મેળાપ અનેક યુગોના અંતર બાદ જ થાય છે, માટે જ કવિ કહે છે,
ચઉરશી લખયોનિ, ચઉગતિમાં ભમતો લહ્યો જિન નિરૂપમ તુહ દીઘર, મુઝ મનમાં થિર થઈ રહ્યો જિન,
- (૧૭, ૩) ચોરાસી લાખ યોનિ અને ચાર ગતિમાં ભટકતા જીવને મહાન પુણ્યના યોગે પરમાત્માના અપૂર્વ દેદારને જોવાનો અવસર મળ્યો, અને આ મહામૂલો અવસર પ્રાપ્ત થતાં ભક્તના હૃદયમાં પરમાત્માનું રૂપ સ્થિર થઈ ગયું. આજ સુધી ભક્ત પોતે પરમાત્માની સેવામાં હાજર ન થઈ શક્યો એ અપરાધની માફી માગતા કહે છે;
ચાહ ઘણી ચિત્તમાં હુંતી રે લો, આવવા તુમ્હ પય પાસ રે વાલ્વેસર પણિ અંતરાય તણઈ વશઈ રે લો, નવિ પુગી મન આશ રે વાલ્વેસર
૪,
૩)
હવે આવા સમર્થ સ્વામીની પ્રાપ્તિ પછી મન સદા પરમાત્માના ચરણકમળની સેવા ઇચ્છે છે. પ્રભુ પાસે સેવાની યાચના કરતાં કહે છે,
મુઝ ચિત્ત તુમ્હ ચરણે વસ્યું, ઉલસ્યું મહારાજ હો! મહિર કરો મુઝ ઉપરઈ, ગિરૂઆ જિનરાજ હો ! આપો ચરણની ચાકરી, તુહે ગરિબ નિવાજ હો ! મામ વધારો માહરી, સારો વછિત કાજ હો!
(૧૧, ૩) ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org