Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરમાત્માનું રૂપ એવું સુંદર બન્યું છે કે, તેના મુખની છબીને – સુંદરતાને વર્ણવી શકાતી નથી. ત્રણે ભુવનમાં શોધવા છતાં આવું અદ્ભુત રૂપ જોઈ શકાતું નથી. આ સુંદર જ્યોતિ જગતમાં એવી વિસ્તરી છે કે, અન્ય સર્વ જ્યોત આમાં જ સમાઈ જાય છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહો જે દીપે છે, તે સર્વ પણ પરમાત્માની કૃપાને લઈને જ પ્રકાશી રહ્યા છે. આવા અનુપમ રૂપને અન્ય રીતે વર્ણવતાં કહે છે –
તુહ લોચન જલજ સમાન, વદન શારદ શશી મહારાજ તુઝ સોહઈ રૂપ અનૂપ, બીજું એહવું નહીં મહારાજ ! તુઝ અભિનવ ગુણ સમુદાય, કહ્યો જાય નહીં મહારાજ તુઝ તેજ ઝિગમગ જોતી તરણિ જિમ લહલઈ મહારાજ ! પરગટ તુહ પરતાપ, દુરિત જેહથી ટલઈ મહારાજ !
(૧૬, ૨-૩) પરમાત્માનું તેજોમય વર્ણન – તારું તેજ સૂર્ય સમાન ઝળહળે છે અને તારા પ્રતાપથી સૌ અનિષ્ટ દૂર થઈ જાય છે, એ વર્ણન આકર્ષક છે. આંખો રૂપી કમળ માટે વાપરેલો જલજ શબ્દ પાણીમાં જન્મેલ). કવિનો સંસ્કૃત ભાષાનો પરિચય દર્શાવે છે. સમગ્ર વર્ણનમાં પ્રયુક્ત પદાવલી ભક્તિભાવસભર અને ગૌરવવંતી છે. આવા અદ્ભુત રૂપવાળા પરમાત્મા પ્રેમના પણ ભંડાર છે, તે તેમની અમૃતમય આંખોથી અનુભવાય છે. લોચન અભિય કચોલડાં હો લાલ વાલા અતિ ઘણા હો જિ હસંત હો લાલ.
, (૭, ૩) આવા પરમાત્મા કેવી રીતે હૃદયમાં રહેલા મિથ્યાત્વને દૂર કરી પ્રગટ થાય છે, તે આલેખતા કહે છે,
જે રૂપ પુરંદર ગુણ મણિ મંદિર દીપતો સોભાગી છાંડી સહુ છલનઈ, રતિપતિ બલનઈ જીપતો સોભાગી મિથ્યામતિ ભેદી આગમવેદી અભિનવો સોભાગી.
. (૨૧, ૨). આ પરમાત્મા રૂપમાં ઇંદ્ર સમાન, ગુણરૂપી રત્નોના મંદિર સમાન, સહુ ભ્રમો દૂર કરનારા, કામદેવના બળને જીતી લેનારા, મિથ્યાત્વના અંધકારને દૂર કરી આગમના (શુદ્ધ શાસ્ત્રોના) નવા તેજ ફેલાવનારા અને સૌભાગ્યવંત છે. આવા પરમાત્માની વાણી પણ અત્યંત મનોહર છે
વિમલ વિમલ જિન મધુરી વાણી, આપણી હૃદય મઝારિ માચિઈ મન ધરિ ધ્યાન, રંગ પ્રભુ મુખ દેખી રાચી રહો.
(૧૩, ૧) પરમાત્માના મુખમાંથી પ્રગટેલી વાણીને રૂપક અલંકારથી ઓળખાવતાં કહે છે
૧૭૦ જ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org