Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કહેશે લોક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે, પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વહાલો લાગે.
(૧૬, ૩) અંતે ભક્તની વિનંતી સ્વીકારી પરમાત્મા ભક્ત પર કૃપા-પ્રકાશ ફેલાવે છે તેનું કવિ સુંદર રૂપકાત્મક આલેખન કરે છે. અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે
(૧૬, ૫) પરમાત્માનો પ્રકાશ હૃદયમાં પથરાયા બાદ સાધકના જીવનમાં મોહ રૂપી અંધકાર કે કેવી રીતે? સાધકના હૃદયમાંથી અંધકાર ચાલ્યો ગયો છે અને સાધક હવે નિર્મળ હૃદયથી પરમાત્મભક્તિમાં ડૂળ્યો છે, તે નિશ્ચિત પ્રભુગુણ ગાઈ રહ્યો છે. કવિનું આ સ્તવન જૈન આરાધકવર્ગનું અત્યંત પ્રિય અને માનીતું સ્તવન છે. અરનાથ તણા ગુણ ગાસ્યાં જી, દિલરંગે જિનગુણ ગાસ્યાં જી.
(૧૮, ૧) આ ગુણગાનની મહેફિલ' કેવી મનોહર છે તેનું રૂપકાત્મક વર્ણન કરતા કહે છે,
જિનગુણ સમરણ પાન સોપારી, સમકિત સુખડી ખાસ્યાજી, સમતા સુંદરી સાથે સુરંગી ગોઠડી, અજબ બનાસ્યાંજી.' જે ધૂતારી તૃષ્ણાનારી, તેહર્યું દિલ ન મિલાયાં.
. (૧૮, ૧, ૧-૨) પરમાત્મા જોડે આવી પ્રીતિનો રંગ જામ્યો છે, આથી હવે મુક્તિ અત્યંત નિશ્ચિત છે. કારણ કે ગુણવાનનો સંગ નિર્ગુણને પર તારનારો બને છે, એ અંગે દષ્ટાંત આપતાં કહે છે,
નિરગુણ પણ બાંહિ રહ્યા સા. ગિરૂઆ છેડે કેમ હો '' વિષધર કાળા કંઠ એ સા રાખે ઈશ્વર જેમ હો.
(૨૦, ૩) કાળા વિષધર નાગને પણ શિવજી પોતાને ગળે વળગાડીને રાખે છે. નિર્ગુણનો પણ એક વાર હાથ પકડે તો પછી ગૌરવવંત મહાપુરુષો તેને છોડી દેતા નથી. અહીં શિવજી અને સર્પનું દગંત નિર્ગુણ અને ગુણવાનના સંદર્ભમાં એકદમ બંધ બેસે છે. તો વળી અપૂર્વ આત્મવિશ્વાસપૂર્વક ગાય છે કે,
આવી મુજ આંગણે એ, સુરગવી હજ સવાય કે ચિંતામણી મુજ કર ચઢ્ય એ, પાયો ત્રિભુવન રાજ કે
(૨૪, ૨) આ સ્તવનચોવીશીમાં ૨૨મું (નેમિનાથ ભગવાનનું સ્તવન રાજુલના આકરા કટાક્ષની દષ્ટિએ નોંધપાત્ર
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૪ ૧૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org