Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રી રામવિજ્યજી (પ્રથમ) શ્રી વિમલવિજયજી શિષ્યવૃત સ્તવનચોવીશી
આ કવિનો સમય લગભગ વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધ છે. તેમના વિશે બીજી વિગતો ઉપલબ્ધ નથી. તેમણે રત્નસૂરિરાસ, વીરજિન પંચકલ્યાણક સ્તવન આદિ કૃતિઓ રચી છે. કવિ પોતાના હૃદયમાં પરમાત્મા પ્રત્યે કેવો ગાઢ પ્રેમ અનુભવે છે તે જણાવતાં કહે છે,
હાં રે ! પ્રભુ! તાહરી ભક્તિ ભીન્યું મારું ચિત્ત જો, તલ જિમ તેલે તેલે જેમ સુવાસના જો.’
(૧, ૬) - તલના દાણે-દાણામાં જે રીતે તેલ છવાયેલું હોય છે, એવી રીતે પરમાત્મા પ્રત્યેની ભક્તિ હૃદયના ખૂણેખૂણે છવાયેલી છે. પરમાત્મ-ભક્તિ અંગેની તલની ઉપમાનું નાવીન્ય ધ્યાન ખેંચે છે. પરમાત્મા પ્રત્યેનું પોતાનું પ્રબળ આકર્ષણ કવિ સુંદર શબ્દાલંકાર અને લયમાં ગૂંથીને રજૂ કરે છે,
પ્રભુજી પાસજિર્ણદ ! હા રે હારી રે મુદ્રા અભિનવ મોહિની રે એવી દુનિયામાં હિ બીજી રે બીજી રે દીઠી મેં નહિ કોઈની રે કામણગારી તુજ કીકી રે કીકી રે નીકી પરિ હિયડે વસી રે નેણા લેપટ મુજ, ચાહે રે ચાહે રે જોવા નિણખિણ ઉલ્લસી રે
(૨૩, ૨) આ પરમાત્મા કેવા સહજ ઉપકારગુણને ધરાવે છે, તેનું આલેખન કરતાં કવિ કહે છે,
તરૂ આપે ફળ ફૂલડા, જળ આપે જળધાર આપ સવારથ કો નાહી, કવળ પર ઉપગાર તિમ પ્રભુ જગજન તારવા, તેં લીધો અવતાર
(૩, ૨-૩) ૧૨, ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. પ૨૨ થી ૫૪૧
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૪ ૧૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org