Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
યમક રચના, તો ગમે-ભમે, શમે-નમે જેવી પ્રાસયોજનાઓ અને માવડી વિના॰' જેવી સહજ-સુંદર ભાવાત્મક ઉક્તિઓને કારણે આ પદનું શબ્દમાધુર્ય પણ મનને આકર્ષે છે.
કવિની આ સ૨ળ-સહજ અભિવ્યક્તિ સમગ્ર ચોવીશીની વિશિષ્ટતા છે. તેમના વડીલબંધુ હંસરત્નજીની સ્તવનરચનાઓમાં વિદગ્ધતાનો ગુણ પ્રાધાન્ય ભોગવે છે, ત્યારે ઉદયરત્નજીની રચનાઓમાં સરળતાનો ગુણ પ્રધાન છે. જાણે સાધનામાર્ગના પ્રથમ ભૂમિકાના જીવોને સ્પર્શવા અત્યંત સરળ ભાષામાં કવિ પોતાની શ્રદ્ધાનું ચિત્ર આલેખે છે, અને સાધકોની શ્રદ્ધાને દૃઢ કરવા સહાયભૂત બને છે. સાથે જ એમાં સરળ-સહજ શબ્દાલંકારો અને કેટલાંક માધુર્યપૂર્ણ અર્થાલંકારો વર્ણનશક્તિ આદિના ચમત્કારો પણ ઉદયરત્નજીની કવિપ્રતિભાના મનોહર ઉજ્જલ દ્યોતક બને છે. તે પણ આનંદકારી છે. આમ, આ ચોવીશી હૃદયના ભાવોની સ૨ળ રજૂઆતને કારણે ચોવીશીના ઇતિહાસમાં નોંધપાત્ર છે.
૧૬૪ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org