Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
અને આ ધ્યાનના પરિણામે સાધક પરમાત્મા જોડે અભેદ સાધવા ઇચ્છે છે;
એક પલક જો રહસ્ય પામું. કોઈક થાને રે હું તું અંતરમેં હળીમળું, અભેદ જ્ઞાને રે.
' (૨૧, ૩) ગુણવંત અને સંસારસાગરથી પાર ઉતારનાર પરમાત્માની ભવોભવ સેવા ઇચ્છતાં કહે છે,
ભજન તાહરો ભવોભવે ચિત્તમાં ચાહુ રે. ઉદયરત્ન પ્રભુ જો મિલે તો, છેડો સાહું રે.'
(૧૪, ૩) અને પરમાત્માના ચરણકમળમાં દઢ શ્રદ્ધાપૂર્વક સંસારસાગરમાંથી તારવાની પ્રાર્થના પ્રસ્તુત કરે છે;
તું વિના ત્રિલોકમેં કેહનો નથી ચારો રે. સંસાર પારાવારનો સ્વામી, આપને આરો રે. ૪ ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં તું છે તારો રે. તાર તાર રે મુને તાર તું. સંસાર સારો રે. ૫
(૨૪, ૪-૫) આમ, આ સ્તવનચોવીશીના મોટે ભાગે ત્રણ કડી ધરાવતાં સ્તવનોમાં કવિહૃદયની પ્રબળ શ્રદ્ધાનું અનુરણન અનુભવાય છે. આ પદોના ભાવવિશ્વમાં પ્રવેશનાર સાધકને પણ આ વારંવાર ચૂંટાતી શ્રદ્ધાની અનુભૂતિ હૃદયમાં શ્રદ્ધાનો અપૂર્વ નાદ જગાડવામાં સહાયક બને છે. સાધનામાર્ગના પ્રથમ ક્રમે જ સાધક માટે નિર્મળ-સમ્યકત્વ આવશ્યક ગણાયું છે. પરમાત્મા પ્રત્યેની શુદ્ધ શ્રદ્ધાને જ નિર્મળ સમ્યકત્વ કહેવાય છે. તત્ત્વવિચારનાં ગહન રહસ્યોને સમજવાની અશક્તિ ધરાવનારા સાધકોને પણ આ સરળ પદાવલીમાં વારંવાર અનુરણન પામતું દઢ શ્રદ્ધાનું ચિત્ર કવિની શ્રદ્ધાનો પરિચય તો કરાવે જ છે, પણ સાધકની શ્રદ્ધા દઢ કરવામાં પરમ સહાયક બને છે. આમ, આ ચોવીશી સાધનામાર્ગના પ્રથમ સોપાને સાધકને પરમાત્મા સાથે સંબંધ બાંધવામાં સહાયભૂત બને છે.
કવિએ પરમાત્મા પ્રત્યેની દઢ શ્રદ્ધાનું ચિત્ર આલેખવાની સાથે જ કેટલાક સુંદર કાવ્યાત્મક ઉન્મેષો પણ પ્રગટાવ્યા છે. કવિની વર્ણનશક્તિનું એક દ્યોતક દાંત ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં પ્રાપ્ત થાય છે,
શ્વેત રજતસી જ્યોતિ બિરાજે, તનની તાહરી રે આસક થઈ તે ઉપર ભમે, આંખડી માહરી રે. ૧ ચંદ્રપ્રભના મુખની સોહે કાંતિ સારી રે કોડિ ચંદ્રમાં નાનું વારી, હું બલિહારી રે. ૨
(૮, ૧-૨)
૧૬૨ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org