Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ચિત્ર કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. નવિજયજીની ચોવીશી ભાવાનુરૂપ ભાષા અને મનોહર વર્ણનને લીધે ૧૮મા શતકની એક નોંધપાત્ર ચોવીશી છે.
૧૮મા શતકમાં થયેલા ચિરવિમલજી (ચોવીશીરચના સં. ૧૭૬ ૧) પ્રકાશિત – ભક્તિરસઝરણાં ભાગ-રનાં સ્તવનોમાં ભક્તિભાવની આર્દ્રતા ધ્યાન ખેંચે છે. તેઓ પોતાના એક સ્તવનમાં કહે છે કે, આ જગતમાં પરમાત્મા સિવાય કોઈ મિત્ર નથી. પરમાત્માને જ સર્વ ગૂઢ વાતો કહી શકાય. સખ્યભાવની આ મધુર છટા ધ્યાનાકર્ષક છે. કવિએ પાંચ નેમિનાથ સ્તવનોમાં રાજુલનો વિલાપ આલેખ્યો છે. તેમાં ચંદ્રાયણા છંદમાં આલેખાયેલું સ્તવન છંદવૈવિધ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે. એક સ્તવનમાં રાજુલ કહે છે, “મારા જેવી નાનકડી કીડી પર લશ્કર જેવી વિશાળ વિપત્તિ કેમ મોકલો છો ?? મહાવીરસ્વામી સ્તવનમાં પરમાત્માના જન્મકલ્યાણકનું, છપન દિકુમારિકાઓનું વર્ણન લયદષ્ટિએ મનમોહક છે.
સુમતિવિજય શિષ્ય રામવિજયજીની રચનાઓમાં પણ લયદૃષ્ટિએ આકર્ષક એવા સુચારુ વર્ણનો પ્રાપ્ત થાય છે. પ્રકાશિત - ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૫૪૮થી ૫૭૦)
ચાહતી હૈ ચિરંજીવો તું બાલુડા રે લોલ.
કરતી કોડ જતન રે લાલ. જોરથી રે જિનમુખ નીરખી નાચતી રે લાલ. હરખતી દીએ આશિસ રે લાલ.
(૭, ૨-૩) એ જ રીતે લોકગીતનો લય લઈ આવતી પંક્તિઓ :
સુજસા નંદન જગ આનંદન દેવ જો, નેહે રે નવરંગે નીતનીત ભેટીયેં રે, ભેટ્યાથી શું થાયે મોરી સૈયરો, ભવભવનાં પાતિકડાં અળગાં મેટીયે રે.
(૧૪, ૧) આવા ગેય, સરળ અને લોકભોગ્ય ભાવ-ભાષાને કારણે રામવિજયજીની ચોવીશી નોંધપાત્ર છે.
પૂર્ણિમાગચ્છીય-મહિમાપ્રભસૂરિના શિષ્ય ભાવપ્રભસૂરિ (રચના સમય સં. ૧૭૮૩) (ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૩૬ ૧થી ૩૩૯)ની ચોવીશી પોતાની ભક્તિની મસ્તી અને લોકભાષાના ઉપયોગને કારણે ઉલ્લેખનીય બને છે. પોતાને પરમાત્મા સાથે કેવી અવિહડ પ્રીતિ બંધાઈ છે એનું આલેખન કરતાં કહે છે?
સૂતાં સંભવ જિનમ્યું, હિંડતાં સંભવ નામ રંગીલે. બઈઠતાં ઊઠતાં સંભવ, સંભવ કરતા કામ રંગીલે.
(૩, ૨) બસ, રાત-દિવસ સંભવ-સંભવ નામનું સ્મરણ ચાલે છે. ભક્તની આવી તન્મયતાસભર સ્થિતિ જોઈ લોકો તેને ઘેલો ગણે છે, પરંતુ ભક્ત જગતને ઘેલા ગણે છે, અને કહે છે કે, પરમેશ્વર જોડે થયેલી આ ૪૦ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
કારક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org