Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નથી, પણ નિઃશેષભાવે સમર્પણ કરતાં કહે છે;
દેખી રે અભુત તાહરું રૂપ,
અચરિજ ભવિક અરૂપ પદ વરેજી. તાહરી ગત તું જાણે દેવ, સમરણ ભજન તો વાચક જશ કરેછે.'
(, ૧૬, ૫) આમ, ભક્તને ભગવાન બનાવવાનું અપૂર્વ સામર્થ્ય ધરાવનારા, અનેક આંતરબાહ્ય ગુણોના ભંડાર એવા પરમાત્માનાં દર્શન સાથે પ્રારંભાયેલી આ યાત્રાની શરૂઆતમાં પરમાત્માનું જગજીવન' એવા રૂપે દર્શન થયું હતું. હવે આ યાત્રા દરમિયાન ભક્ત પરમાત્માના અનેક ગુણોને પારખ્યા છે. પરમાત્માનું અપૂર્વ દેદીપ્યમાનરૂપ, ત્રણભુવનના સ્વામી તરીકેનો સમવસરણ અને અષ્ટમહાપ્રાતિહાર્યનો વૈભવ, તેમની વાણીની અનુપમ મધુરતા, તેમની ઉપદેશ દ્વારા ભવ્ય જીવોને તારવાની અપૂર્વ શક્તિ, રાગ-દ્વેષથી રહિત નિર્મળ વીતરાગીપણું, અને આ વીતરાગતા હોવા છતાં જીવમાત્રને તારવાનું-પરોપકાર ગુણનું અદ્ભુત સામર્થ્ય આવા અનેક ગુણોનાં દર્શનથી પ્રેરાઈને ભક્તનો પરમાત્મા સાથે દઢ પ્રીતિ ભક્તિનો નાતો બંધાઈ ગયો. ભક્તને જેમ જેમ પરમાત્મગુણોનો અનુભવ થતો ગયો તેમ-તેમ પ્રીતિ નિરંતર વધતી જ ગઈ. હૃદયની આ પ્રીતિને કારણે પરમાત્માએ મનમંદિરમાં પધારવાની અને સ્થિર રહેવાની વિનંતી સ્વીકારી. અંતે ભક્ત મનમંદિરમાં પધારેલા પરમાત્મા જોડે ધ્યાન દ્વારા એકત્વ સાધવા ઇચ્છે છે. એ માટે તે પૂર્વભૂમિકા રૂપે પોતાનું સર્વસ્વપરમાત્મચરણોમાં સમર્પિત કરી પ્રભુને “જીવજીવન રૂપે સ્થાપે છે.
આમ, ભક્તની જગજીવન” જગતના જીવન-સર્વ લોકો માટે ઈશ્વર (objective God)થી પ્રારંભાયેલી આ યાત્રા લક્ષ્યરૂપે પરમાત્મા જોડે અભેદ-એકત્વ સાધવા ઇચ્છે છે. આ એકત્વના મહત્ત્વના સોપાનરૂપે પરમાત્માને ‘જીવજીવન' તરીકે સ્થાપે છે. (subjective God) પોતાના પ્રાણેશ્વર રૂપે સ્વીકારે છે.
જગતના નાથ, જગતના જીવન એવા પરમાત્માને સ્વયંના જીવના જ જીવન, પ્રાણેશ્વર, પ્રાણના પણ પ્રાણ બનાવીને પોતાની જાત જોડે પ્રભુની એકરૂપતા સાધી આ યાત્રાનું વિરાટ સોપાન સિદ્ધ કરે છે. આ યાત્રા ત્રણે ચોવીશીના અનેક સ્તવનોમાં રમ્ય રીતે પ્રગટે છે, અને એક સમર્થ વિદ્વાનના હૃદયની કોમળતા, પ્રભુદર્શન માટેની ઉત્કટતા અને પરમાત્મા સાથે એકરૂપ થવાની તત્પરતાના પદ-પદે દર્શન કરાવે છે.
આ શરણાગતિ હૃદયની સમર્પિત ભક્તિ કવિની હૃદયને રણઝણાવતી, અપ્રતિમ ભક્તિનો નાદ જગાવતી સુમધુર પદાવલી રૂપે પ્રગટી છે, જે આપણને સહુને તન્મય બનાવી દે છે;
તું ગતિ, તું મતિ આસરો, તું આલંબન મુજ પ્યારો રે. વાચક જણ કહે માહરે, તું જીવજીવન આધારો રે.
(૦, ૨૪, ૫) આમ, આ સ્તવનોમાં જગજીવનથી જીવજીવનની એક રમ્ય યાત્રા આલેખાઈ છે. આ યાત્રા ઊર્મિની, ભાવની, હૃદયની યાત્રા છે, માટે આમાં કદાચ ક્રમબદ્ધ નિદર્શન ન પણ મળે, પરંતુ સ્તવનના આંતરિક ભાવ
૧૦૪ ૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org