Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભામંડલની ઝલક ઝબૂકે વિજળી રે. ઝલક. ઉન્નત ગઢ તિગ ઇંદ્રધનુષ શોભા મિલી રે. ધનુ (૧) દેવ દુડિનો નાદ ગહિર ગાજે ઘણું રે. ગહિર ભાવિક-જનનાં નાટિક મોર ક્રીડા ભણું રે. મોર૦ ચામર કેરી હાર ચલંતી બગડતતીરે. ચલંતી. દેશના સરસ સુધારસ વરસે જિનપતિ રે. વરસે. (૨) સમકિત ચાતક વૃંદ તૃપતિ પામે તિહાં રે. તૃપતિ સકળ કષાય દાવાનળ શાંતિ હુઈ જીહાં રે. શાંતિ. જનચિત્ત વૃત્તિ સુ-ભૂમિત્રે હાલી થઈ રહી છે. હાલી, તેણી ચેમાંય અંકુર વતી કાયા લહી રે. વતી. (૩) શ્રમણ કૃષી બળ સજ્જ હુયે તવ ઉજમા રે. હવે ગુણવંત જનમ નક્ષત્ર સમારે સંયમી રે. સમા, કરતા બીજાધાન સુધાન નિપાવતા ૨. સુધાન જેણે જગના લોક રહે સવિ જીવતા ૨. રહે. હજી ગણધર ગિરિતટ સંગી થઈ સૂત્ર ગૂંથના રે. થઈ. તેહ નદી પરવાહ હુઈ બહુ પાવના છે. બહુ એહ જ મોટો આધાર વિષમ કાળે લહ્યો ૨. વિષમ માનવિજય ઉવઝાય કહે મેં સદહયો રે. કહે' (૫)
(રૂ. ૧૧) - શ્રી શ્રેયાંસનાથ રૂપી મહા-મેઘ આકાશમાં પ્રગટ્યો અને અશોકવૃક્ષની છાયા જાણે વાદળીની જેમ આકાશમાં છવાઈ ગયો. કવિએ અત્યંત મનોહર કલ્પના કરી છે. પરમાત્માની પાછળના ભામંડલની વીજળી ચમકે છે અને ત્રણ ગઢો (ૌપ્ટ, સુવર્ણ, રત્નમય સુવર્ણ) ઇંદ્રધનુષની મનોહર શોભા ધારણ કરી રહ્યા છે.
સમગ્ર જીવનમાં કવિએ પરમાત્માની દેશનાથી પરિણમતી જનસામાન્ય પરની અસરને વર્ષાઋતુની વિવિધ શોભાનાં રૂપકોથી વર્ણવ્યાં છે. સાધુઓ રૂપી ખેડૂતોએ સજ્જ થઈ સંયમરૂપી ભૂમિને સમારીને ધર્મરૂપી સુધાન્ય પકાવ્યું, તેના બળે જ લોકો જીવી રહ્યા છે અને ગણધરરૂપી પર્વતો તે આ વરસાદને ઝીલી સૂત્રરૂપી નદી વહેતી કરી છે અને આ આગમસૂત્રો વિષમકાળમાં મોટો આધાર છે, એમ કવિ આ મનોહર રૂપકકાવ્યના અંતે કહે છે.
આવું જ એક સુંદર રૂપક નેમિનાથ સ્તવનમાં પ્રાપ્ત થાય છે. નેમિનાથ જળક્રીડા સમયે મોહરાજાનો પરાભવ કરે છે, તેનું રૂપકાત્મક વર્ણન કાવ્યમાં થયું છે. ગોપીઓની શૃંગારચેઝનું રૂપકાત્મક વર્ણન
કોઈક તાકી મૂકતી, અતિ તીખાં કટાક્ષના બાણ રે. વેધક વયણ બંદુક ગોળી, જે લાગે જાય પ્રાણ રે.
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૧૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org