Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મોહવિકાર જિહાં તિહાં રે, કાંઈ કેમ તરીએ ગુણધામ રે.'
(૨૪, ૩) હવે કેટલાક લોકો કર્મના બંધથી અટકીને મોક્ષ પામવાની વાત કરે છે. ત્યારે કવિ ફરી પોતાના લટકા ધારણ કરી પ્રશ્ન પૂછે છે –
તેમાં શો પાડ ચડાવીએ રે, કાંઈ તમે શ્રી મહારાજ રે.
વિણ કરણી જો તારસો, કાંઈ સાચા શ્રી જિનરાજ રે.’ અમે ‘કર્મબંધન બંધ કરવા રૂપ કરણી કરીએ, અને તમે તારો એમાં કોઈ શોભા નથી. તમે અમારી કોઈ પણ પ્રકારની કરણી વગર તારો તો તમે સાચા “જિનરાજ' કહેવાઓ. અંતે આ સર્વ વિરોધાભાસનું સમાપન કરવા કહે છે,
પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહા ભવ નાસ રે. ભાવતિહા ભગવંત છે રે, કાંઈ ઉદ્દેશ્ય આતમસાર રે.
(૨૪, ૫) આમ, કવિએ ભક્તિભાવનામાં ભાવનાશ સ્વીકારી પરમાત્માનું શરણ ગ્રહવા કહ્યું છે. કવિએ શબ્દાલંકારોમાં પણ સ્થળે-સ્થળે સુંદર પ્રાવિષ્ય દર્શાવ્યું છે. દા. ત., યમક અલંકાર
ભવફરીયો દરીયો તર્યો, પણ કોઈ હો અણુસરીઓ ન દ્વીપ હવે મને પ્રવહણ માહરું, તુમ પદ ભેટે હો મેં રાખ્યું છીપ.
(૧૪, ૧, ૩) મુગતિ વનિતા હો ! રાજ સામાન્ય વનિતા હો રાજ તજી પરિણીતા રે, વાહલા કાં તમે આદરો.
(૨૨, ૧, ૫) વર્ણાનુપ્રાસ અલંકાર
- અગમ અલૌકિક સાહિબા, સાહિબા કાગળ પણ ન લખાય અંતરગતની જે વાતડી, સાહિબા જણ જણને ન કહાય.
(૧, ૨, ૧) મુખ પંકજ મન મધુકરૂ, રહ્યા લુબ્ધા હો ગુણજ્ઞાને લીન.
(૧૪, ૧, ૨) રત્નજડિત ભૂષણ અતિસુંદર, આંગી અંગી ઉદાર અતિ ઉછરંગ ભગતિ નૌતન ગતિ, ઉપશમ રસ દાતાર.
(૧૬૩, ) આવા અનેક શબ્દાલંકારો અને અર્થાલંકારો વડે કવિએ હૃદયના ભક્તિભાવથી ભર્યા સ્તવનોને શોભાયમાન કર્યા છે. કવિની અલંકારરચનામાં નાવિન્ય તરત ધ્યાન ખેંચે એવું છે. કવિ પરંપરા પ્રાપ્ત અલંકારો કરતાં પોતાની પ્રતિભાબળે સર્જેલા નવા અલંકારો યોજે છે.
- ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org