Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
રાગદ્વેષ આદિ જિહાં રે, કટંક કીધા દૂર. યળ્યો જિહાં કરુણાજને હો લાલ, પાતિક પક પંડૂર. નિર્મળ તુજ ગુણચંદ્રિકા રે, ધવલિત સુંદર ધામ. વાહલા તુમ વસવા ભણી હો લાલ, મેં કીધું અભિરામ.'
(૧૨, ૩-૪-૫-૬) પોતાનું હૃદય પરમાત્માને વસવા યોગ્ય જ છે. તેમાં મનોહર ચિત્રશાળા ચારે દિશામાં શોભી રહી છે. તેમાં સુમતિ – અટારી શોભી રહી છે. વળી જ્ઞાનરૂપી દીપક વડે મોહ અંધકાર દૂર કર્યો છે. રાગદ્વેષરૂપી કંટકોને માર્ગમાંથી દૂર કાઢ્યા છે, અને પાપ-કાદવને કરુણાજન વડે દૂર કરવામાં આવ્યો છે. તારા ગુણોની નિર્મળ ચાંદની વડે આ મનમંદિર ચમકી રહ્યું છે. આમ તમને વસવા માટે મનમંદિરને અત્યંત સુંદર બનાવ્યું છે. પરમાત્માના ગુણોની ચાંદનીથી જ આ મનમંદિર ચમકી રહ્યું છે એમ કહેવામાં કવિના ભક્તિભાવની ઊંચાઈનો અનુભવ થાય છે. પરમાત્મ ગુણોનું અપૂર્વ આકર્ષણ પોતાના હૃદયમાં રહ્યું છે તેનું આલેખન કરતાં કહે છે,
તુજ ગુણ કમળ પરાગ સુગંધી, મુજ મન મધુપ રહ્યો મનબંધી સાહેબા ! મુજ અરજ સુણીજે, જીવના! કાંઈ મેહેર કરીએ. અમૂલ બહુલ પરિમલનો ભોગી, થઈ એકચિત્તે રહ્યો થિર થોભી.
(૪, ૧) કવિએ પરમાત્મા જોડેના દઢ ગુણાનુરાગનું ભમરાના રૂપકથી આલેખન કર્યું છે. તારા ગુણરૂપી કમળના પરાગની સુગંધથી મારા મનરૂપી ભમરો આકર્ષિત થયો છે. તારી મૂલ્યવાન અને પુષ્કળ સુગંધનો લોભી એવો મારા મનરૂપી ભમરો એકચિત્ત અને સ્થિર થઈને રહ્યો છે.
કવિ ભક્તિમાં એકતાન થઈ પરમાત્મા જોડે સખ્ય અનુભવે છે. એને લીધે પરમાત્માની સાથે કટાક્ષ અને વક્રોક્તિમાં પણ વાત કરી લે છે.
હું ચાહું તુજ ચાકરી હો લાલ, તું તિમતિમ રહે દૂર • યે ગૂન્હ રાખો નહી હો લાલ, મુજને આપ હજૂર.
(૧૧, ૨) કઠિન હૃદય સહી તાહરું રે, વજ થકી પણ બેજ નિગુણ ગુણે રાચે નહી, તિલ માત્ર નહિ તુમ હેજ.'
(૨૧, ૪) તારું મન વજથી પણ વધુ કઠણ છે, અને તેમાં તલમાત્ર પણ સ્નેહ નથી. એટલે તારી ઉપાસના, ભક્તિ કરવાનો શું અર્થ? પરંતુ કવિને આશા છે કે, ભક્ત ભગવાનની શરણાગતિ સ્વીકારી છે, અને પોતાને શરણે આવેલની “કરુણાસાગર' “ભક્તવત્સલ” કહેવાતા પરમાત્મા કઈ રીતે ઉપેક્ષા કરી શકશે ? એટલે પરમાત્મા પોતાના બિરુદ સાચવવા પણ મનવાંછિત દાન દીધા વિના રહેશે નહિ.
કવિએ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં શાંતિનાથ પ્રભુએ મેઘરથરાજાના ભવમાં પારેવાં પર કેવી
મારા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org